Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આયુર્વેદની દ્રષ્ટિએ કોરોના વાઇરસ

વર્તમાન સમયમાંઙ્ગકોરોના વાઇરસ દ્વારા વિશ્વનાઙ્ગઅનેક દેશોમાં લાખો લોકો પ્રભાવિત થઇઙ્ગચુકયા છે ત્યારે આયુર્વેદ થકી આપણે આઙ્ગ પ્રતિકાર કરી શકીએઙ્ગતેમ છીએ.

આયુર્વેદમાં આજથીઙ્ગપાંચ હજાર વર્ષ પહેલા મહર્ષિ ચરક દ્વારા રચિત ચરકસંહિતામાંઙ્ગ વર્ણિત 'વાત શ્લેષ્મક જવર' અનેઙ્ગ મહર્ષિ સુશ્રુત દ્વારા રચિત સુશ્રુતસંહિતામાં વર્ણિતઙ્ગ 'જનપદોધ્વંશ' આધારિત મહામારીનાઙ્ગલક્ષણોઙ્ગઅને ચિકિત્સા કોરોના વાઇરસ સાથે સમાનતા ધરાવે છે. જનપદોધ્વંશ એટલે સમસ્ત જનસમુદાયનેઙ્ગભરડો લેતીઙ્ગબિમારી.

છેલ્લા ચાર મહિનામાંઙ્ગ કોરોના વાઇરસઙ્ગ એક મહામારીના સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં ખુબજઙ્ગઝડપથીઙ્ગફેલાઈ રહ્યો છે. જેની શરૂઆત ચીનનાઙ્ગવુહાન શહેરમાંઙ્ગડિસેમ્બર ૨૦૧૯માં થઇ હતી.

WHO દ્વારા તેનેઙ્ગCOVID - 19 નામ આપવામાંઙ્ગ આવ્યું છે,ઙ્ગ જેનો મતલબ

(CO)  – CORONA

(VI) – Virus અને

(D) – Disease એવોઙ્ગથાય છે.

આ વાઇરસની એક માણસમાંથી બીજામાં ખુબ જ ઝડપથીઙ્ગઅને સરળતાથી ફેલાઈ શકે છે. એક બીમાર વ્યકિતના ઉધરસ કે શરદીનાઙ્ગછાંટા (Droplets) જયારે સ્વસ્થ વ્યકિતનાઙ્ગઆંખ, નાક કે મોઢા પર પડે ત્યારે તે સંક્રમિત થાય છે.

કોરોના વાઇરસઙ્ગ ચેપથીઙ્ગ બચવા આટલું ધ્યાન રાખીએ

કોરોનાગ્રસ્ત વ્યકિતથી ઓછામાં ઓછું ૩ ફૂટનુંઙ્ગઅંતર રાખવું. ભીડભાડવાળીઙ્ગજગ્યાએઙ્ગજવાનુંઙ્ગટાળવું. વારંવાર સાબુથી હાથ ધોવાઙ્ગકારણકેઙ્ગઆ વાઇરસ કોઈ પણ વસ્તુ કે ધાતુ ની સપાટી પર કલાકોઙ્ગસુધી જીવિત રહેઙ્ગછે, જેનાઙ્ગસ્પર્શ બાદ ભૂલથી પણ આંખ, નાક કે મોઢાને સ્પર્શવાથી આપ બીમાર પડી શકોઙ્ગછો. હાથ મિલાવવાથી કે ગળેઙ્ગમળવાથી બચવું - બે હાથ જોડી નમસ્તે કરવું. વૃદ્ઘો અને બાળકોએ બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું કારણકેઙ્ગતેમનીઙ્ગરોગ પ્રતિકારક શકિત ઓછીઙ્ગહોવાથી સંક્રમિતઙ્ગથવાનીઙ્ગશકયતા વધુ છે. યુવા વર્ગનીઙ્ગવ્યકિતએ પણ અગત્યનાઙ્ગકામ સિવાય બહાર ન જવું. ઘરમાં પ્રવેશતા પહેલા ૭૦% આલ્કોહોલ બેઝ હેન્ડઙ્ગસેનિટાઇઝર નો ઉપયોગ કરી પછી જ ઘરમાં કયાંય પણ સ્પર્શ કરવો.

કોરોના વાઇરસથી રક્ષણ મેળવવા  આયુર્વેદ - યોગ દિનચર્યામાં શું અનુસરવું ?

આ વાઇરસથી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. આયુર્વેદિક ઔષધોમાં અમૃત (ગુડુચી) એ રોગપ્રતિકારક શકિત વધારવા માટેની શ્રેષ્ઠ ઔષધિ છે. તુલસી - એન્ટી વાઇરલ છે, જે આ પ્રકારના વાઇરસ સામે શરીરને રક્ષણ આપે છે. આમળા - એન્ટી ઓકસીડંટ છે જે શરીરને નવી ઉર્જા પ્રદાન કરે છે. ચ્યવનપ્રાશમાં મુખ્ય ઔષધ આમળા છે, જેમાંથી વિટામિન સી પ્રચુર માત્રામાં મળી રહે છે. ઉકાળો - હળદર, મરી, તુલસી, અજમો, લીંબુ, અરડૂસી, આદુ/સૂંઠ, આમળા, ગળો, સૈન્ધવ મીઠું (સ્વાદાનુસાર) વગેરેનાઙ્ગસંમિશ્રણથી બનાવેલ ઉકાળો નવસેકો ગરમ પીવો. દિવસ દરમિયાન બને ત્યાં સુધી ઉકાળેલ ગરમ પાણી જ પીવું. આ ઉપરાંત સવાર - સાંજ અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભિ સ્ત્રકા પ્રાણાયમઙ્ગકરવા કે જે શ્વસનઙ્ગતંત્ર સાથે સંકળાયેલી બિમારીઓ સામે રક્ષણ આપે છે. શરીરનીઙ્ગક્ષમતા અનુસાર યોગાસનો કરવા. માનસિક શાંતિ હેતુ નિયમિત ધ્યાન કરવું - પ્રાર્થના કરવી. શરીર અને મન બાદ આસપાસના વાતાવરણનીઙ્ગશુદ્ઘિ પણ અતિ આવશ્યક છે. કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા ઘરમાંઙ્ગદરરોજ ગુગળ- લીમડો -ઙ્ગનગોળ - તુલસી - કપૂર અને ગાયના છાણનો ધુપ કરવો. પાણી પણ શુદ્ઘ કરીને જઉપયોગમાં લેવું, પાણીની શુદ્ઘિ માટે ફટકડીનો ઉપયોગઙ્ગકરી શકાય. બનેઙ્ગત્યાં સુધી ઘરેઙ્ગરાંધેલો ખોરાક જ આરોગવો, બહારનીઙ્ગવસ્તુઓનો ત્યાગ કરવો. કફની વૃદ્ઘિ કરનાર ખોરાક જેવા કે દહીં – લસ્સી, શિખંડ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ઠંડાપીણા વગેરેથી દૂર રહેવું. સમયસર પૂરતી ઊંઘ લેવી.

આજે જયારે વિશ્વના મોટા-મોટા દેશોઙ્ગજેવા કે અમેરીકા, ઇટલી, બ્રિટન, સ્પેન, ઈરાન અને ચીન કોરોના વાઇરસ સામે પાંગળા સાબિત થઇ રહ્યા છે ત્યારે ભારતમાં આ વાઇરસ સામે સમયસર લેવાયેલા પગલાઓને કારણે જાનહાનીની સંખ્યા નહિવત કહીઙ્ગશકાય.

આવનાર સમયમાં સંપૂર્ણ જાગૃતિ સાથે સરકાર દ્વારા સૂચવેલા લોકડાઉન અને Social distancing  જેવા આદેશોનું પાલન કરીએ અને કોરોનો જેવી મહામારીને પરાજીત કરીએ...

-: સંકલન :-

ડો. પ્રશાંત ગણાત્રા

આર્ટ ઓફ લીવીંગ રાજકોટ

(2:16 pm IST)