Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ધ્રોલ પાસે 'અકિલા'ના ફાર્મ હાઉસને સેનેટાઇઝ કરાયુ : દરેડના શ્રમિકોને આશ્રય બાદ સુરક્ષાત્મક પગુલ

રાજકોટ : કોરોનાથી બચવા જાહેર કરાયેલ લોકડાઉન વચ્ચે માર્ગો ઉપર પસાર થઇ રહેલ દરેડના શ્રમિકો અને પરપ્રાંતિય નિઃસહાય મજબુર વટેમાર્ગુઓને થોડો વિશ્રામ કરવા ધ્રોલ પાસે આવેલ 'અકિલા'નું ફાર્મ હાઉસ ખુલ્લુ મુકી દેવાયુ હતુ. ચા-પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરી અપાઇ હતી. ત્યારે મોટો સમુદાય અહીં આવીને ગયો હોવાથી આરોગ્ય સુખાકારીના પગલારૂપ તાજેતરમાં આ આખા ફાર્મ હાઉસને સેનીટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધ્રોલ નગરપાલીકાના સહયોગથી અહીં સેનીટાઈઝ સ્પ્રે છંટકાવ, જંતુ નાશક દવાનો છંટકાવ અને ફોગીંગ સહીતની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યમાં ધ્રોલ નગરપાલીકાના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહજી ચુડાસમા અને ચીફ ઓફીસર ધર્મેશભાઇ ગોહિલના નેતૃત્વ હેઠળ એસ.આઇ. ગોપાલભાઇ પી. વરૂ, મુકાદમ રામજીભાઇ કરશનભાઇ પરમાર તેમજ ગોવિંદ પ્રાગજીભાઇ કબીરા, પ્રકાશ કિશોર પરમાર, નિલેશ દિનેશભાઇ પરમાર, શ્યામ દિનેશભાઇ પરમાર, અનિલ મહેશભાઇ પરમાર, વિમલ મહેશભાઇ પરમાર, રવિ પુનાભાઇ પરમાર, મનોજ બીપીનભાઇ પરમાર, રાહુલ ગીરધરભાઇ પરમાર, રજની જયંતિભાઇ કબીરા વગેરે સેનીટાઇઝેશનની કામગીરીમાં સાથે જોડાયા હતા. જાયવાના સરપંચ ફિરોજભાઇ કાસમભાઇ સુમરા અને રૂગનાથભાઇ વગેરે પણ હાજર રહ્યા હતા.  અકિલાના તસ્વીરકાર શ્રી અશોકભાઇ બગથરીયાના માર્ગદર્શન અને રાહબરી હેઠલ આ સમગ્ર કામગીર આદરવામાં આવી હતી. સ્વચ્છતા કાર્ય સમયની તસ્વીરો નજરે પડે છે. ઇન્સેટ તસ્વીર નગરપાલીકા પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમાની છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(11:51 am IST)