Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

શ્રીલંકા ટેકનોલોજીકલ કેમ્પસ અને રાજકોટની આરકે યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક કરાર

રાજકોટ : આરકે યુનિવર્સિટી અને શ્રીલંકાની શ્રીલંકા ટેકનોલોજીકલ કેમ્પસ (એસએલટીસી) વચ્ચે શૈક્ષણિક કરાર થયા છે. કરાર મુજબ આરકે યુનિવર્સિટી દ્વારા શ્રીલંકા ટેકનોલોજીકલ કેમ્પસને અભ્યાસક્રમના વિકાસ, બીબીએ કોર્સ માટે ત્યાના શિક્ષકોને તાલીમ, ટૂંકાગાળાના કોર્ષ વગેરે  બાબતોમાં માર્ગદર્શન આપવામાં આવશે. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ) અને ઇ.આર.પી. જેવી સુવિધાઓ માટે તકનીકી સૂચનો પૂરા પાડવામાં આવશે. ઉપરાંત શ્રીલંકા ટેકનોલોજીકલ કેમ્પસના એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આરકે યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગોને સાંકળતા વિશેષ કોર્સનો પણ વિકાસ કરવામાં આવશે. શિક્ષકો માટે પણ સ્ટાફ એકસચેંજ પ્રોગ્રામને આ કરાર હેઠળ આગળ ધપાવવામાં આવશે. આવનારા સમયમાં રાજકોટની આરકે યુનિવર્સિટી દ્વારા વધુ દેશોની યુનિવર્સિટીઓ સાથે આ પ્રકારના કરાર દ્વારા શિક્ષણને અપગ્રેડ કરવાના પ્રયાસો સતત ચાલુ રહેશે.

(2:31 pm IST)