Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટે યોજાશે યુ.ડી.આઈ.ડી કાર્ડ કેમ્પ

રાજકોટ:જસદણ અને આસપાસના વિસ્તારોમાં વસતાં દિવ્યાંગજનોને રાજકોટ ન આવવું પડે અને ત્યાં જ કાર્ડ ઉપલબ્ધ થાય હેતુથી આરોગ્ય તંત્ર દ્વારા તા.૦૯/૦૩/૨૦૨૩ને ગુરૂવારના દિવસે જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગોને યુ.ડી.આઈ.ડી. કાર્ડ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. 

 યુનિક ડિસેબિલિટિ કાર્ડ કે સ્વાવલંબન કાર્ડ એ દિવ્યાંગતાના ધોરણે વિવિધ લાભો મેળવવા માટે દિવ્યાંગોની ઓળખ તેમજ વેરિફિકેશન માટે ઉપયોગી દસ્તાવેજ છે. આ કાર્ડના લીધે દિવ્યાંગતાને લગતા તમામ કાગળો સાથે રાખવાની જરૂર રહેતી નથી અને કાર્ડમાં તમામ દસ્તાવેજ સચવાયેલાં રહે છે. આ કાર્ડને આધારે દિવ્યાંગો માટેની સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે.

આ કેમ્પમાં રાજકોટથી પી.ડી.યુ. હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલનાં તબીબો કાર્ડ અંગેની કામગીરી માટે ઉપસ્થિત રહેશે. દિવ્યાંગતા પ્રમાણપત્ર ન હોય તેવા તમામ દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લે અને કાર્ડ મેળવે તેમ આરોગ્ય તંત્રની યાદીમાં જણાવાયું છે. 

(1:22 am IST)