Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં સાંજે ભારે પવન સાથે તોફાની વરસાદના લીધે શહેરના 32 ફીડર હેઠળ વીજ પુરવઠો ખોરવાયો :સંખ્યાબંધ ફીડરોમાં ફોલ્ટ

પીજીવીસીએલ ની ટેકનિકલ ટીમોએ સતત ફિલ્ડમાં રહીને વીજ પુરવઠો કાયમ કરવા સતત દોડધામ કરી

રાજકોટ :રાજકોટ શહેરમાં આવેલ ભારે પવન સાથેનાં તોફાની વરસાદ ને કારણે  શહેર માં કુલ ૩૨ ફીડર હેઠળ નો વીજ પુરવઠો ખોરવાયેલ. પીજીવીસીએલ ની ટેકનિકલ ટીમોએ સતત ફિલ્ડ માં રહી ને વીજ પુરવઠો કાયમ કરવા સતત દોડધામ કરેલ હતી

રાજકોટ શહેર નાં HT-1 ડિવિઝન હેઠળ ત્રિવેણી, પેડક રોડ, મેંગો માર્કેટ, નવાગામ, અક્ષર, રામદૂત, કામાણી, શિતવન વગેરે ફીડરમાં ફોલ્ટ આવેલ હતા જયારે HT-2 ડિવિઝન હેઠળ ગોંડલ રોડ, અયોધ્યા, ઉમાકાંત ફીડરમાં ફોલ્ટ આવેલ હતા
જ્યારે HT-3 ડિવિઝન હેઠળ કોઠારીયા, ઉદ્યોગનગર, રણુજા, જલદીપ, બ્રમ્હાણી, વિકાસ, સેલ્ટેક્ષ, સરદાર વગેરે ફીડર માં ભારે પવન અને વરસાદને કારણે ફોલ્ટ આવેલ હતા

રાજકોટ શહેર માં કુલ ૧૧૩ વીજ વિક્ષેપ અંગેની ફરિયાદ નોંધાયેલ. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ માંથી કુલ ૧૪૬ (રાજકોટ ની ૧૧૩ સહિત) ફરિયાદી નોંધાયેલ. ફરિયાદો નો નિકાલ કરવાની કામગીરી અત્યારે પણ ચાલી રહી છે.

 

(9:22 pm IST)