Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ : આકાશમાં વીજળી અને વાદળોના ગડગડાટ:રસ્તાઓ પર કરા પડ્યા

શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી કરા પડતાં લોકોએ મૂકી દોટ: વાતાવરણના પલટાથી ખેડૂતોની વધી ચિંતા: અચાનક વરસાદ પડતા મોટા હોળીના આયોજકની પણ ચિંતામાં વધારો

રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ  સર્જાયો છે આજે સાંજે છ વાગ્યા આસપાસ શહેરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી, આકાશમાં વીજળી અને વાદળોના ગડગડાટ વચ્ચે રસ્તાઓ પર કરા પડ્યા હતા ,શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી કરા પડતાં લોકોએ દોટ મૂકી હતી, સાંજે  અચાનક આવેલ વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતા વધી હતી સાથોસાથે અચાનક વરસાદ પડતા મોટા હોળીના આયોજકની પણ ચિંતામાં વધારો થયો હતો

 

(7:08 pm IST)