Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રૂા.ત્રણ લાખ ૬૦ હજારના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૪ : રૂા.૩,૬૦,૦૦૦ નો ચેક રીટર્ન થતા આરોપીને સ્‍પે. નેગોશીએબલ કોર્ટે એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

રાજકોટમાં રહેતા અને ભાગીદારીમાં ધંધો કરતા હિતેષભાઇ નારણભાઇ રામાણીનાએ આરોપી ભાગીદાર અશ્વિન નારણભાઇ કથીરીયાઓને ટાટા રપ૧૮ તથા એક બુલેટ હિસાબ ચોક કરી આપેલ અને જેની બજાર કિંમત અરસ-પરસ સમજુતીથી નકકી કરી આરોપીએ ફરીયાદીને રકમ રૂા.૩,૬૦,૦૦૦-૦૦ નો કાયદેસરના લેણા પેટે સહિ કરી વિગતો ભરી ઇશ્‍યુ કરી આપેલ, જે ચેક, ચેકની તારીખે બેન્‍કમાં રજુ રાખતા ચેક રીટર્ન થતા ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફરીયાદ કોર્ટમાં ચાલી જતા રાજકોટના એડી.ચીફ જયુડી.મેજી.એ આરોપીને ધીનેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટ-૧૮૮૧ ની કલમ ૧૩૮ હેઠળ સી.આર. પી. સી.ની કલમ-રપપ (ર) મુજબ તકસીરવાન ઠેરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનું વળતર ચુકવવા આદેશ કરેલ અને જો આરોપી ચેકની રકમનું વળતર ચુકવવામાં નિષ્‍ફળ જાય તો વધુ એક માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ ફરીયાદ ચાલી જતા અદાલતે માનેલ કે સદર વ્‍યવહાર ફરીયાદી સાથે કરેલ છે. અને કાયદેસરની લેણી રકમ ચુકવવા ચેક આપી તે ચેકનં પેમેન્‍ટ જાણી જોઇ અપુરતુ નાણા ભંડોળ રાખી આરોપીએ ગુન્‍હો કરેલ હોય તેવુ સાબિત થતુ હોય અને તેના સમર્થનમાં ફરીયાદી તરફે ધારદાર દલીલો તેમન એપેક્ષ કોર્ટના જજમેન્‍ટો રજુ રાખેલ, જેથી રાજકોટના મહે. એડી. ચીફ જયુડી.મેજી.એ આરોપી ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટ-૧૮૮૧ ની કલમ ૧૩૮ હેઠળ સી.આર.પી.સી.ની કલમ-રપપ (ર) મુજબ તકસીરવાન ઠેરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનું વળતર ચુકવવા આદેશ કરેલ અને જો આરોપી ચેકની રકમનું વળતર ચુકવવામાં નિષ્‍ફળ જાય તો વધુ એક માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં  રાજકોટના ધારાશાષાી સંજય એન. ઠુંમર, તરંગ એમ. બાલધા, સજજનબા એન. પરમાર, સોનલ આર. ભામાણી તથા એકતા બી. બુડાસણા રોકાયેલા હતા.

 

(4:50 pm IST)