Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

નવુ કોર્ટ બિલ્‍ડીંગ શરૂ થયે જુના કોર્ટવાળી બિલ્‍ડીંગની જગ્‍યામાં શહેરની તમામ સબ રજી. કચેરી ચાલુ કરવા રજૂઆત

બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજયભાઇ વ્‍યાસ દ્વારા મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરાઇ

રાજકોટ તા. ૪ :.. રાજકોટમાં નવી કોર્ટ બિલ્‍ડીંગ ટૂંક સમયમાં શરૂ થશે એટલે રાજકોટના હાલના સીવીલ કોર્ટ ડિસ્‍ટ્રીકટ કોર્ટ બિલ્‍ડીંગ ખાલી થશે. આ જગ્‍યાએ શહેરની તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીને સિફટ કરવા એડવોકેટ સંજયભાઇ વ્‍યાસે મુખ્‍યમંત્રીશ્રીને પત્ર પાઠવેલ છે.

રાજકોટના હાલનાં સીવીલ કોર્ટ બીલ્‍ડીંગની જગ્‍યામાં પહેલા સૌરાષ્‍ટ્ર હાઇકોર્ટ અને ડિસ્‍ટ્રીકટ કોર્ટ કાર્યરત હતી આ જગ્‍યા સાથે રાજકોટના હજારો વકીલોની લાગણી સમાયેલ છે.

નવું કોર્ટ બિલ્‍ડીંગ બને ત્‍યારે હાલના ૭ માળનું બિલ્‍ડીંગ ર૦૦૮ માં બનેલ તેમાં રાજકોટ શહેરની તમામ ૮ ઝોનની સબ રજીસ્‍ટર કચેરીઓ તેમજ સીટી સર્વેની કચેરીનું પણ ત્‍યાં સ્‍થળાંતર થઇ શકે તેમ છે અને વકીલો તેમજ પક્ષકારોને એક જ જગ્‍યાએ કાર્ય માટે આવવાનું પણ અનુકુળ થઇ શકશે જે હાલમાં જુદી જૂદી જગ્‍યાએ બેસે છે.

રાજકોટની હાલની જૂદી જૂદી જગ્‍યાની સબ રજીસ્‍ટર ઓફીસ તેમજ સીટી સર્વેની ઓફીસ હાલના સિવીલ કોર્ટ બીલ્‍ડીંગમાં આવવાથી કોર્ટમાં બેસતા એડવોકેટ નોટરી શ્રીઓ અને સ્‍ટેમ્‍પ વેન્‍ડેર શ્રીઓને અને રેવન્‍યુની વકીલાત કરતા અનેક વકીલશ્રીઓને પણ એક જ જગ્‍યાએ કામગીરી કરવામાં સરળતા રહે અને આ બિલ્‍ડીંગમાં વિશાલ પાર્કીંગ ની સુવિધા પણ છે.

સમાચાર માધ્‍યમથી જાણવા મળેલ છે કે રાજકોટમાં નવી જગ્‍યાએ અમુક સબ રજીસ્‍ટર ઓફીસ બનાવશે પરંતુ હાલના સિવિલ કોર્ટ બીલ્‍ડીંગમાં જ ધર્મેન્‍દ્રસિંહજી કોલેજની તમામ ઓફીસનો સમાવેશ થઇ શકે તેમ છે. અને ત્‍યાંથી બીજી બસ રજીસ્‍ટર ઓફીસ પણ નજીકના અંતરે છે. બીજે દુર જવાથી વકીલો પક્ષકારો વિગેરે તમામ લોકોને ૧૦ કિલો મીટરના લાંબા અંતરે જવું આવવું પડશે તે પણ ધ્‍યાનમાં લેવા વિનંતી કરી છે.

નવી સબ રજીસ્‍ટર ઓફીસ બનાવવામાં કેટલો ખર્ચ થાય અને દૂર પડે તે જુદુ જયાં સુધીમાં તે નવી નો બને ત્‍યાં સુધીમાં તો રાજકોટની નવી કોર્ટ ચાલુ થઇ જશે અને હાલનું સીવીલ કોર્ટનું બિલ્‍ડીંગ ખાલી થઇ જશે. અને જૂની કલેકટર ઓફીસ પાસેની સબ રજીસ્‍ટર ઓફીસને નજીક થઇ શકે  તે કોઇ વિચારતું નથી કરોડો રૂપિયા પ્રજાના  બગાડવા છે કોઇ વિરોધ પણ નથી કરતું તે દુઃખદ છે. તેમ શ્રી વ્‍યાસે પત્રના અંતમાં જણાવેલ છે.

(4:46 pm IST)