Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ઓરીસ્‍સા - ભુવનેશ્‍વરના ટાઇલ્‍સના વેપારીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ૬: ઉધાર માલ લઇ બદલામાં આરોપીએ ચેક આપી, ચેક મુજબની રકમ ન ચુકવતા, ઓરીસ્‍સા-ભુવનેશ્‍વરના બી. કે. મારબલ એન્‍ડ ટાઇલ્‍સના વેપારીને-મોરબીના એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટના જજ શ્રી જે. વી. બુધ્‍ધે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. ૧૦,ર૯,૦૬૭/- દંડ, ફરિયાદીને વળતરપેટે ચુકવવા તેમજ જો વળતર ન ચુકવે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા મોરબી કોર્ટ ફરમાવી હતી.

અત્રેના બનાવની વિગત એવી છે કે, ઓરીસ્‍સા-ભુવનેશ્‍વર બી. કે. મારબલ એન્‍ડ ટાઇલ્‍સનાના નામથી વેપાર-ધંધો કરતા તેમના માલીક-બીજાયકુમાર બરલ નામના વેપારીએ વાંકાનેર સરતાનપર રોડ ઉપર આવેલ રામોસ વિટ્રીફાઇડ ટાઇલ્‍સ પાસેથી વર્ષઃ ર૦ર૦માં ઉધાર ટાઇલ્‍સ ખરીદ કરેલ હતી. બદલામાં તેમની બેંકનો ચેક આપેલ હતો. જે ચેક આપતી વખતે ફરિયાદીને એવું વચન અને વિશ્‍વાસ આપેલ કે તમો બેંકમાં ચેક વટાવવા માટે નાંખશો ત્‍યારે ચેક મુજબની રકમ તમોને મળી જશે. ફરિયાદીએ સમય મર્યાદામાં ચેક બેંકમાં વટાવતા જે ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા, આરોપીને ટેલીફોનિક તેમજ નોટીસ દ્વારા જાણ કરેલ છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરિયાદીને ન ચુકવતા નામદાર મોરબીના એડી. ચીફ જયુડી. મેજી. ની કોર્ટમાં નેગો. ઇન્‍સ્‍ટ્રુ. એકટ-૧૩૮ મુજબ ફરિયાદીએ કેસ દાખલ કરેલ હતો.

ત્‍યારબાદ આરોપી સામે નામદાર કોર્ટે સમન્‍સની બજવણી કરતા આરોપી તેમના એડવોકેટ સાથે રૂબરૂ હાજર થયેલ અને આરોપીએ અમોને ગુનો કબુલ ન હોય જેથી કેસ આગળ ચલાવવા માંગતા હોય તેથી આ કેસ ચાલી ગયેલ. જેમાં ફરિયાદીના એડવોકેટ રમેશ બી. દાવડાએ જરૂરી આધાર પુરાવાઓ તેમજ વિવિધ ચુકાદાઓ તથા દલીલ કરતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આરોપીને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. ૧૦,ર૯,૦૬૭/- દંડ, ફરીયાદીને વળતર પેટે ચુકવવા તેમજ જો વળતર ન ચુકવે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી કોર્ટમાં સજાના હુકમ અંગે હાજર ન થતાં કોર્ટ દ્વારા ચેક મુજબની રકમ, દંૅડ ન ભરતા આરોપી સામે સજાનું વોરંટ ઇસ્‍યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરિયાદી રામોસ સિરામીક પ્રા.લી. મોરબી વતી એડવોકેટ તરીકે રમેશ બી. દાવડા, પુનમબેન ગોસ્‍વામી રોકાયેલ હતાં.

(5:07 pm IST)