Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

૧૫૦ ફુટ રીંગ રોડ બીઆરટીએસથી શરૂ થતો બ્રિજ બંધઃ શહેરના લોકોને ટ્રાફીકની સમસ્‍યા જૈસે થે

રાજકોટઃ શહેરની ભાગોળે ગોંડલ ચોકડી ખાતે ૧.૨૦ કીલો મીટર લંબાઇવાળા અને ૮૯ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગુજરાતનાં પ્રથમ સિંગલ પિઅર સિકસલેન એલીવેટેડ ફલાયઓવર બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્‍યો છે. દરમિયાન શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ પાસેથી શરૂ થતો બ્રિજ હાલ શરૂ કરવામાં ન આવતા ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી ગોંડલ હાઇ-વે પર જનાર વાહનચાલકોને નીચેના સર્ર્વિસ રોડ પરથી ગોંડલ હાઇવે જવાશે.જેથી હજુ ટ્રાફીકની સમસ્‍યા સહન કરવી પડશે. સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ આ બ્રિજનો રસ્‍તો મ્‍યુનિ.કોર્પોરેશન અને નેશનલ હાઇ-વે ઓથોરિટી સાથે નક્કિ કરશે. હાલ બ્રિજ પર જવાના રસ્‍તે બેરીકોડ મુકવામાં આવ્‍યા છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(4:43 pm IST)