Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ફાગણ ફોરમતો આવ્‍યો... આનંદના અબીલ ગુલાલ ઉડાડતો આવ્‍યો...

સાંજે ઠેરઠેર હોલિકા દહન : બુધવારે રંગોત્‍સવ

કોઇ સ્‍થળે કાલે જ ધુળેટી મનાવી લેવાશે : હોળી-ધુળેટી પર્વના રંગે રંગાતુ રાજકોટ : ખજુર, ધાણી, દાળીયા, ટોપરા, સાકરના હારડાની બજારો ધમધમી

રાજકોટ તા. ૬ : આજે ફાગણ સુદ પુનમના હોળી પર્વ મનાવાશે. જયારે બુધવારે રંગ પર્વ ધુળેટીની ઉજવણી કરવા રાજકોટ સજજ થયુ છે. શહેરભરમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. ધાણી, દાળીયા, ખજુર, સાકરના હારડા, ટોપરાની ઉત્‍સવલક્ષી ખરીદી બજારોમાં જોવા મળી રહી છે તો રંગ અને પીચકારીની બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદી જામી છે. ચોમેર ઉત્‍સવી માહોલ છવાયો છે.

સાંજે હોળી દહન માટે તૈયારીઓ કરાઇ છે. ચોકે ચોકે છાણાના ગંજ ખડકવામાં આવ્‍યા છે. રંગ અને ફુલોનો શણગાર કરાય છે. વિવિધ વિસ્‍તારોમાં જેતે લતાવાસીઓ દ્વારા અને સંસ્‍થા મંડળો દ્વારા હોલીકા દહનના આયોજનો કરવામાં આવ્‍યા છે.

જો કે હંમેશા હોળીના બીજા દિવસે રંગપર્વ ધુળેટી મનાવાતી હોય છે. પરંતુ આ વખતે એક દિવસનો ગેપ આવી ગયો હોય તેમ બુધવારે ધૂળેટી મનાવાશે. કોઇ સ્‍થળોએ કાલે પણ ધૂળેટી મનાવાશે. મંદિરોમાં ફુલડોલ ઉત્‍સવના કાર્યક્રમો આયોજીત કરાયા છે. હોળી-ધુળેટી નિમિતે યોજાયેલ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍ત છે.

જીવનનગરમાં વૈજ્ઞાનિક પધ્‍ધતિથી હોળી પ્રગટાવાશે

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળ, મહોત્‍સવ સમિતિના ઉપક્રમે જીવનનગર ચોકમાં આજે સોમવારે સાંજે  ૧૧,૧૧૧ છાણાની હોળી બનાવી વૈજ્ઞાનિક પધ્‍ધતિથી પ્રાગટય કરાશે. અગ્નિ આપોઆપ પ્રજવલિત થવાની ઘટના સૌને અચંબિત કરશે. સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેયર ડો. પ્રદિપ ડવના હસ્‍તે કાર્યક્રમોનું ઉદ્દઘાટન કરાશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, ઉપપ્રમુખ અશ્વિનભાઇ કોરાટ, મનીષભાઇ ડેડકીયા, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, નગર સેવકો જયોત્‍સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, નિરૂભા વાઘેલા, ચેતનભાઇ સુરેજા વગેરે ઉપસ્‍થિત રહેશે.

કનૈયા ચોકમાં સાંજે ૧૧ હજાર છાણાની હોળી

રૈયારોડ ઉપર આવેલ કનૈયા ચોકમાં શિવપરા-પ, રૈયા ચોકડી પાસે કનૈયા મિત્ર મંડળ દ્વારા ૧૧ હજાર છાણાની ગોઠવણી કરી સાંજે હોળી દહન કરાશે. પ્રમુખ રાજુભાઇ ડાંગર, પ્રભાતભાઇ જાટીયા, ભરતસિંહ જાડેજા, નાગજીભાઇ ડાંગર, જોષીભાઇ પાનવાળા, ઘનશ્‍યામભાઇ અદા, આનંદભાઇ ઓઝા, વિજય લોહાર, કૌશિક મકવાણા, રમેશ લોહાર, દિપક જોષી, ભાનુભાઇ ડાંગર, સંજયભાઇ યાદવ, વિનુભાઇ ફોટોગ્રાફર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગીતા વિદ્યાલયમાં બુધવારે ફુલડોલ ઉત્‍સવ

જંકશન પ્‍લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારજા સ્‍થાપિત સેવા સંસ્‍થા ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટના મંદિર પરિસરમાં બિરાજતા દ્વારકાધીશજીના સાનિધ્‍યમાં ધુળેટી પર્વ તા. ૮ ના બુધવારે શ્રધ્‍ધા ભક્‍તિ સાથે ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે. વિશેષ પૂજા કરી તિલક હોળી મનાવાશે. બપોરે ૧૨ વાગ્‍યે શંખના ધ્‍વની સાથે મધ્‍યાહન આરતી થશે. ખજુર ધાણી અને શુધ્‍ધ ઘીમાંથી નિર્મિત પ્રસાદીનું વિતરણ કરાશે. સર્વે ભાવિકજનોને પધારવા આરતી-દર્શનનો લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવારે અનુરોધ કરેલ છે.

મહાપૂજાધામ ખાતે બુધવારે ફુલડોલ ઉત્‍સવ

સ્‍વામિનારાયણ મંદિર મહાપૂજાધામ ખાતે ગુ.કો.સા. સ્‍વામી શ્રી નિલકંઠદાસજી સ્‍વામિના સાનિધ્‍યમાં  દેવ ઉત્‍સવ મંડળ દ્વારા સાંજે પ થી ૭ ધુળેટી પર્વ નિમિતે ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે. સવારની શૃંગાર આરતી અને સાંજની સંધ્‍યા આરતીમાં શ્રીજીને અબિલ ગુલાલથી રમાડવામાં આવશે. નિત્‍યક્રમના વ્‍યંજનો સાથે વિશેષ ધાણી-દાળીયા, ખજુરનો ભોગ ધરાવાશે. હરીભકતોએ પધારવા મંદિરના ટ્રસ્‍ટી વતી અરૂણભાઇ નિર્મળની યાદીમાં જણાવાયુ છે.

વૈદિક હોળી પર્વ

રાજકોટઃ અહિં સૌરભ બંગલો, પ્રદ્યુમન પાર્ક સત્‍ય સાંઇ હોસ્‍પિટલ રોડ ખાતે સૌરભ બંગલોના ગાર્ડનમાં ગૌકાસ્‍ટ હજાર કિલો, વૈદિક હવન સામગ્રી, જવ તલ ગુગળ કપુર, ગિર ગાયનું ઘી, ૨૧ કિલો સાથે હોળી આજે સાંજે ૭.૩૦ વાગે પ્રગટાવવામાં આવશે

 

કોઠારીયા કોલોની ખાતે હોલિકા દહન

રાજકોટ,તા. ૬ : કોઠારીયા કોલોની ગરબી ચોક ખાતે આજે તા.૬ના સોમવારે રાત્રે ૮:૧૦ વાગે હોળી પ્રગટાવવામાં આવશે. દર્શનનો લાભ લેવા અનોપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, વિશાલ ચૌહાણ, સિધ્‍ધરાજસિંહ પી. જાડેજા, હેમલ ચૌહાણ, કલ્‍પેશ ઠાકર, જય આસોડીયા, શકિતસિંહ ગોહિલ, સબીરભાઇ સવાણ, હિતેષભાઇ સોલંકી, જયેન્‍દ્રસિંહ જાડેજા, મનોજ મકવાણા, ધર્મદીસિંહ જાડેજા, અશ્વીનભાઇ જાદવ, શનિ જાદવ, હિતેન જાદવ, અનિરૂધ્‍ધસિંહ ઝાલા, કુલદીસિંહ ઝાલા, હિતેષભાઇ મીષાી, પ્રીત ભીમજીયાણી, ધર્મદીપભાઇ પરમાર, અશરફભાઇ, મુન્‍નાભાઇએ અનુરોધ કર્યો છે.

(4:30 pm IST)