Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

તમામ પાંજરાપોળ/ ગૌશાળાને પશુ પ્રતિદીઠ રૂા.૫૦ની સબસીડી આપવામાં આવેઃ મિતલ ખેતાણી

શકય હોય ત્‍યાં બળદગાડુ, ઉટગાડી, ઘોડાગાડીને પ્રોત્‍સાહિત કરવા હાકલ

 

રાજકોટઃ ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણીએ ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા જીવદયા પ્રેમી પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી જીવદયા-ગૌસેવા,-પાંજરાપોળના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. બન્ને મહાનુભાવો દ્વારા આ તમામ પ્રશ્નો અંગે સાનુકૂળ પ્રતિભાવ મળ્‍યો હતો.રાજયની તમામ પાંજરાપોઇ/ ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન ૩૦ રૂા. સબસીડી આપવામાં આવે છે તે સબસીડી પ્રતિ પશુ પ્રતિદિન રૂા.૫૦ અને કાયમી કરવામાં આવે, ગૌમાતા પોષણ યોજનાનો થતો અમલ-૧-એપ્રિલ-૨૦૨૨થી શરૂ કરવામાં આવે તથા તે મુજબ જ ચુકવણી કરવામાં આવ, આ યોજના બાબત જરૂરી પેપર્સ બાબતના પશુપાલન અધિકારીશ્રી દ્વારા જ પ્રશિક્ષણ અપાય. સીસીટીવી બાબત દરેક જીલ્‍લામાં અસમંજશતા પ્રવર્તે છે, મુખ્‍યમંત્રીશ્રી તથા પશુપાલન મંત્રીશ્રીની લાગણી મુજબ આખા ગુજરાતની દરેક પાંજરાપોળ/ ગૌશાળાઓમાં કાયમી ગ્રાંટ મળવી જોઇએ જે પેપર્સ બાકી હોય તે બાબત જાગૃત કરી, સમય આપી તૈયાર કરાવવા જોઇએ. સરકારશ્રીના લીસ્‍ટ મુજબ જેટલી રજીસ્‍ટર્ડ ગૌશાળાઓ/ પાંજરાપોળ હોય તે તમામને કાયમી સહાય ચુકવવા પાત્ર છે તેવું દરેક નાયબ પશુપાલન નિયામક/ જિલ્‍લા કલેકટરશ્રીને જણાવવામાં આવે રજુઆતમાં વધુમાં જણાવ્‍યા મુજબ હળ દ્વારા બળદ વડે થતી ખેતીને પ્રોત્‍સાહીત કરવા પગલા લેવા જોઇએ, વાહન વ્‍યવહારમાં પણ જયા શકય છે ત્‍યા તમામ જગ્‍યાએ બળદગાડુ, ઉંટગાડી, ઘોડાગાડીને પ્રોત્‍સાહીત કરવામાં આવે, જુવાર બાજરીના વાવેતર ઘટયા માટે ખેડુતો ઘાસચારાલક્ષી જુવાર, બાજરી મકાઇનું વાવેતર વધારે તેવી પ્રોત્‍સાહકનીતી જાહેર કરવામાં આવે તેમ રજુઆતમાં અંતમાં જણાવાયુ છે

(4:23 pm IST)