Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

૮ માર્ચ ‘ઇન્‍ટરનેશનલ વુમન્‍સ-ડે' નિમિતે

બુધવારે સીટી-બીઆરટીએસ બસમાં મહિલાઓ માટે મફત મુસાફરી

મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત

રાજકોટ તા. ૬ :.. મહાનગરપાલિકા કંપની, રાજકોટ રાજપથ લી. (એપીવી) દ્વારા સીટી બસ સેવા બી. આર. ટી. એસ. બસ સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. તા. ૮ બુધવારના રોજ ‘ઇન્‍ટરનેશનલ વુમન્‍સ ડે (આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ)' નિમિતે આ બંને બસ સેવાનો વધુ ને વધુ મહિલાઓ લાભ લે તેવા હેતુથી મહિલાઓ માટે ‘નિઃશુલ્‍ક બસ સેવા' પુરી પાડવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

તેમણે વધુમાં માહિતી આપતા કહયું હતું કે, ‘ઇન્‍ટરનેશલ વુમડન્‍સ ડે' તા. ૮ બુધવારના રોજ હોઇ એ દિવસ દરમ્‍યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત મહિલા મુસાફરો નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે. જયારે ભાઇઓ-પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી રાબેતા મુજબ જ નિયત દરની ટિકિટ લેવાની રહેશે. બહોળી સંખ્‍યામાં મહિલા મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિઃશુલ્‍ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

અત્રે એ ઉલ્લેખનીય બનશે કે, રક્ષાબંધન તેમજ ભાઇબીજના પ્રસંગે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સીટી બસ તથા બી. આર. ટી. એસ. બસમાં ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવે છે.

(4:01 pm IST)