Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કુમકુમ દ્વારા કાલે પારિવારીક માહોલમાં ધુળેટી ઉજવાશે

બાલભવનના ગેઈટ પાસે નિઃશુલ્‍ક આયોજનઃ ૪૦ હજાર વોલ્‍ટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સઃ જાહેર આમંત્રણ

રાજકોટઃ કુમકુમ ગ્રુપ દ્વારા આ ધુળેટીમાં શહેરની જનતા માટે તા.૭ને મંગળવારે સવારે ૧૦ વાગ્‍યાથી બાલભવનના ગેઈટ પાસે, રેસકોર્ષ રોડ ખાતેથી ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. ૪૦ હજાર વોલ્‍ટની સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ નોન સ્‍ટોપ ડી.જે. સાથે ઓર્ગેનીક રંગ સાથે પારિવારીક માહોલ વચ્‍ચે યુવાધન નિઃશુલ્‍ક મજા માણશે. જાહેર જનતાને નિમંત્રણ અપાયું છે.

કુમકુમ ગ્રુપના આ ‘હોલી ઉત્‍સવ' ૨૦૨૩ના ઉત્‍સવમાં પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, અમીત અરોરા (મ્‍યુનિ. કમિશ્નરશ્રી) વિ. અધિકારીઓ, આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

કુમકુમ ગ્રુપના આ કાર્યક્રમને ગ્રુપના મનોજભાઈ પટેલ, રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ), અશોક જાદવ, સુધીરભાઈ પોપટ, રાજુભાઈ પ્રજાપતિ, ચાંદ પટેલ, ભરત ઈલાણી, સુરેશ લાખાણી, ભાવેશ સાંગાણી, સંજય ગઢવી, અભિ પટેલ, રુત્‍વીક ત્રિવેદી, નારણભાઈ કેશરીયા, કિશોરભાઈ વાડોલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:03 pm IST)