Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

શ્રીરંજની આર્ટસ રાજકોટના ‘નીપા દવે પંડયા'ને ‘વુમન લીડર્સ ફોરમ' (ન્‍યૂ દિલ્‍હી) દ્રારા અપાયો સમર્થ મહિલાનો અલભ્‍ય એવોર્ડ

રાજકોટ, તા.૬: રાજકોટની કલાસંસ્‍થા ‘શ્રીરંજની આર્ટસ'ના મેનેજિંગ ટ્રસ્‍ટી તથા જાણીતા કોરીઓગ્રાફર શ્રીમતિ ‘નીપા દવે પંડયા'ને તુમન લીડર્સ ફોરમ'  'skill development & cultural uplifting' એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

તેમને અનેક નવોદિતોને તાલીમ આપી સ્‍ટેજ પૂરૂ પાડયું છે, બહેનો, બાળકો તથા યુવાનો માટે ગુજરાત અને અન્‍ય રાજ્‍યોમાં પણ કાર્યકમો કર્યા. AIR, DDK - રાજકોટ - અમદાવાદ Etv - આસ્‍થા, GSTV, જી જાગરણ, DD - ગીરનાર પરથી તેમના કાર્યકમો પ્રસારિત થઇ ચુકયા છે.

રાજ્‍ય રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ૫૨ તેમનું નળત્‍ય નિર્દેશન નોંધનીય રહ્યું છે. ધ્‍વજવંદન સમારોહમાં રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે ૧૦૦ થી પણ વધુ કલાકારોની ખૂબ જ સરાહનીય નળત્‍યગુંથણી કરી રાજકોટનું ગૌરવ વધારવાનું શ્રેય પ્રાપ્ત કર્યું.

તાજેતરમાં જ ગરબાના ઇતિહાસ વિશેના એક પુસ્‍તકમાં રાજકોટના છેલ્લા ૧૦૦ વર્ષના રાસ -ગરબા -ગરબી ની જીણવટભરી માહિતી તેમને આવરી લીધી છે.

સમગ્ર ભારતમાંથી ૪૦ મહિલાઓને, જે તે વિષય અને ક્ષેત્રે નોંધનીય કામગીરી બદલ ઉપરોક્‍ત એવોર્ડ આપવામાં આવે છે. જેમાં રાજકોટના ‘નીપા દવે પંડયાને આ ઓવોર્ડ - સન્‍માન પ્રાપ્ત થતા ‘શ્રીરંજની આર્ટસનાં સદસ્‍યોની સાથે સાથે રાજકોટની તમામ અન્‍ય સંસ્‍થાઓએ રાજકોટનું ગૌરવ વધારનાર મહિલાને શુભેચ્‍છા પાઠવતા તેઓ અવિરત પોતાના ક્ષેત્રે કાર્યરત રહી પ્રગતિ કરે તેવી અભ્‍યર્થના કરી હતી.

(3:40 pm IST)