Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ક્રિટિકલ કેર ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન બદલ રાષ્‍ટ્રીય સ્‍તરે ગોકુલ હોસ્‍પિટલના ડો. તેજસ કરમટાનું અભિવાદન

રાજકોટ તા. ૬ : ક્રિટિકલ ક્ષેત્રમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોકુલ હોસ્‍પિટલનાં નિષ્‍ણાંત ડોક્‍ટરોની ટીમ ઘણું જ આગવું નામ ધરાવે છે. અહીંની ક્રિટિકલ કેર ટીમ દ્વારા અનેક જિંદગીને બચાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે.

હાલમાં ઈન્‍દોર ખાતે યોજાયેલ ક્રિટિકલ કેર સાથે સંકળાયેલ ડોક્‍ટરોની નેશનલ કોન્‍ફરન્‍સ ‘ક્રિટિકેર ૨૦૨૩'માં ગોકુલ હોસ્‍પિટલ, રાજકોટનાં સિનિયર ક્રિટિકલ કેર કન્‍સલ્‍ટન્‍ટ ડો. તેજસ કરમટાને ગુજરાત રાજયમાં ક્રિટિકલ કેર ક્ષેત્ર તેઓના મહત્‍વપૂર્ણ યોગદાન બદલ ‘નેશનલ એવોર્ડ' એનાયત કરવામાં આવ્‍યો હતો.

કોન્‍ફરન્‍સમાં અનેક ઈન્‍ટરનેસનલ ફેકલ્‍ટી સહિત ભારતભરનાં ક્રિટિકલ કેર ક્ષેત્રનાં ડોક્‍ટરોએ હાજરી આપેલ હતી. આ કોન્‍ફરન્‍સમાં ડો. તેજસ કરમટાએ વૈજ્ઞાનિક સંશોધનોના પેપર રજુ કર્યો હતા, અન્‍ય ડોક્‍ટરના વૈજ્ઞાનિક લેક્‍ચર્સમાં ચેર પર્સન તરીકે પણ ભૂમિકા ભજવી હતી.

અગાઉ પણ ડો. કરમટાને ક્રિટિકલ કેર ક્ષેત્રમાં પોતાનાં મહત્‍વપૂર્ણ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત ‘યુરોપિયન સોસાયટી ઓફ ઈન્‍ટેન્‍સીવ કેર મેડિસિન (ESICM) દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્‍માન મેળવી ચુક્‍યા છે. ડો. કરમટા ક્રિટિકલ કેર ક્ષેત્રમાં થતા નવા નવા સંશોધનો વિષે હંમેશા માહિતગાર રહે છે અને અતિ ગંભીર દર્દીનું જીવન બચાવવામાં પોતાના અનુભવ અને નિપુણતા કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ અંગે હંમેશા જાગૃત રહે છે. રાષ્ટ્રીય કક્ષાનું સન્‍માન મેળવવા બદલ ડો. તેજસ કરમટા ગોકુલ હોસ્‍પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તથા ડાયરેક્‍ટર્સ તેમજ ક્રિટિકલ કેર ટિમના ડો. તેજસ મોતીવરસ અને ડો. દિગ્‍વિજયસિંહ જાડેજા સહીત ગોકુલ હોસ્‍પિટલની સમગ્ર ટીમ ઉપરાંત ડોક્‍ટરોનાં અલગ અલગ એસોસિએશન આઈ.એમ.એ., એ.પી.આર., આઈ.એ.સી.સી.એમ (ઈન્‍ડિયન એસોસિએશન ઓફ ક્રિટિકલ કેર મેડિસિન), સામાજિક કાર્યકરો, રાજનૈતિક અગ્રણીઓ, વિવિધ ધર્મગુરૂઓ દ્વારા અભિવાદન અને શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(3:39 pm IST)