Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કેવડાવાડીમાં યશ બુધ્‍ધદેવના ખીસ્‍સામાંથી મોબાઇલ સેરવી લેનાર અર્જુન અને મહેશ પકડાયા

ભકિતનગર પોલીસના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબીરી હેઠળ ગણતરીના કલાકોમાં બંનેને દબોચ્‍યા

રાજકોટ,તા. ૬ : કેવડાવાડી મેઇન રોડ પર સોડા પીવા ગયેલ યુવાનના ખીસ્‍સામાંથી મોબાઇલ સેરવી લેનાર બે શખ્‍સોને ભકિતનગર પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર માધાપર ચોકડી પરાશર પાર્ક શેરી નં. ૧/૨માં રહેતા યશ ભરતભાઇ બુધ્‍ધદેવ (ઉવ.૨૨) ગઇ કાલે કેવડાવાડી રો પર આવેલ બજરંગ સોઠા શોપમાં સોડા પીવા માટે ઉભો હતો. ત્‍યારે તેના ટી-શર્ટ ના ઉપરના ખીસ્‍સામાં રહેતા રૂા. ૧૯,૯૯૦ની કિંમતનો મોબાઇલ ફોન કોઇ અજાણ્‍યા શખ્‍સ તેની નજર ચુકવી ચોરી કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે યશે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવી સહિતના સ્‍ટાફે ગણતરીના કલાકોમાં મુળ ગોંડલ હાલ શાપર-વેરાવળ શીતળા માતાના મંદિર પાસે ઝુપડામાં રહેતો અર્જુન ઉર્ફે બર્ફી ભરતભાઇ સોલંકી (ઉવ.૨૦) અને મહેશ અશોકભાઇ સોલંકી (ઉવ.૨૩) (રહે. સરકારી દવાખાના પાસે ઝુંપડામાં)ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)