Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ક્રાફટ અને ઈવેન્‍ટ ડેકોરેશનમાં ગુંજતુ નામ એટલે શિખા શિંગાળા

રાજકોટઃ આ ૨૧મી સદીનીસ્ત્રી એટલે આત્‍મવિશ્વાસ અને નીડરતાનો ભંડાર... જે પુરૂષના કરી શકે તે કામ આ યુવતીઓએ કરી દેખાડયું છે.સ્ત્રી મનોમન નકકી કરી  લે એટલે તેમના કાર્યક્ષેત્રમાં આગળ વધતા કોઈ રોકી શકે નહિ, સફળતા પ્રાપ્‍ત કરીને જ જંપે છે.

એવું જ એક આપણા રાજકોટનું ઉદાહરણ ‘શિખા શિંગાળા' છે. તેણેને એક ‘ક્રિએટીવ એન્‍ટરપ્રીનીયોર' પણ કહી શકીએ. નોકરી છોડીને ચાલુ કરેલા પોતાના ક્રાફટ અને ઈવેન્‍ટ ડેકોરેશનના બીઝનેસમાં આજે શિખા શિંગાળાનું નામ ગુંજતું ફરે છે ! લગ્નપ્રસંગ હોઈ કે નાની- મોટી ઈવેન્‍ટ હોઈ, અત્‍યારે શિખા અને તેમની ‘ક્રાફટી સોલ્‍સ' ટીમ એક દિવસ પણ ફ્રી નથી રહેતી, મજાની વાત તો એ છે કે તેમની ટીમમાં પણ આજે દરેક મેમ્‍બર મહિલા છે. હંમેશા મહિલાઓને રોજગાર મળે તેવો શીખાનો સિધ્‍ધાંત છે.

કોઈપણ મોટા વ્‍યવસાય માટે આજે ફાયનાન્‍સ જરૂરી છે, ઈન્‍વેસ્‍ટમેન્‍ટ વગર બિઝનેસ ચાલુ કરવો ખુબ જ અઘરો છે. ત્‍યારે શિખાએ શૂન્‍યમાંથી આ સર્જન કરેલું તેવું તેણે જણાવે છે. તેમનું મોટામાં મોટું ઈન્‍વેસ્‍ટમેન્‍ટ તેમનો આત્‍મવિશ્વાસ અને તેમની મહિલા ટીમ છે. આજે ઈવેન્‍ટ મેનેજમેન્‍ટનો વ્‍યવસાય કરવામાં પુરૂષો પણ અસફળ નીવડે છે. ત્‍યારે શિખા આ વ્‍યવસાયમાં સૌથી મોખરાનું સ્‍થાન ધરાવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.

શિખા શિંગાળાને મો.૮૧૬૦૫ ૮૩૯૫૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:35 pm IST)