Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જંગલેશ્વર મહાત્‍માગાંધી સોસાયટીમાં મકાનમાં દારૂની ૧૮ બોટલ સાથે રવિ ઉર્ફે રઘો પકડાયો

ભકિતનગર પોલીસનો દરોડો : નવ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ,તા. ૬ : જંગલેશ્વર પાસે મહાત્‍મા ગાંધી સોસાયટીમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી રૂા. ૯ હજારની કિંમતની દારૂની ૧૮ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જંગલેશ્વર પાસે આવેલ મહાત્‍મા ગાંધી સોસાયટીમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાથી ભકિતનગર પોલીસ મથકના કોન્‍સ. મનીષભાઇ અને વિશાલભાઇને બાતમી મળતા પી.આઇ. એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એન.રાયજાદા સહિતે મહાત્‍મા ગાંધી સોસાયટી શેરી નં. ૧ના મકાનમાં દરોડો પાી રૂા. ૯૦૦૦ની કિંમતની દારૂની ૧૮ બોટલ સાથે રવિ ઉેર્ફે રઘો મુળજીભાઇ મકવાણા (ઉવ.૩૧) (રહે. મહાત્‍માગાંધી સોસાયટી શેરી નં. ૧)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. રવિ ઉર્ફે રઘો અગાઉ પણ વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(3:17 pm IST)