Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

શહેરમાં છેલ્‍લા સપ્‍તાહમાં ઝાડા-ઉલ્‍ટી-તાવના ૫૫૦થી વધુ દર્દીઓ

કોઠારિયા રોડ હુડકો વિસ્‍તારનાં ૫૩ વર્ષીય મહિલા કોરોના સંક્રમિતઃ મચ્‍છરજન્‍ય રોગના ૨ કેસઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૯૭ને નોટીસ : ૧૫ દિ' બાદ કોરોનાનો એક કેસ

રાજકોટ, તા.,૬: શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૫૦થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ દર્દીઓ નોંધાયા છે. દરમિયાન  છેલ્લા ૧૫ દિવસ બાદ કોઠારિયા રોડ વિસ્‍તારમાં રહેતા મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૭ ફેબ્રુઆરીથી તા.૫ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ કેસ

અઠવાડિયામાં  ડેન્‍ગ્‍યુના ૨ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૩, ડેન્‍ગ્‍યુના ૧૧ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૫૮૫ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૩૪ તેમજ સામાન્‍ય તાવના ૩૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૩૬  સહિત કુલ ૫૮૫  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૯૭ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૫૯૬   ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭૧૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૯૭ લોકોને નોટીસ પાઠવી છે.

કોરોના કેસ નોંધાયો

 શહેરમાં કોરોનાએ ફરી ૧૫ દિવસ બાદ દેખા દીધી છે.કોઠારિયા રોડ હુડકો વિસ્‍તારમાં રહેતા ૫૩ વર્ષીય મહિલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. મનપનાના આરોગ્‍ય વિભાગનાં સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ કોઠાયિરા રોડ હુડકો વિસ્‍તારમાં રહેતા ૫૩ વર્ષીય મહિલા અમદાવાદ કિડની હોસ્‍પિટલમાં કિડની ટ્રાન્‍સફર માટે ગયા હતા. હોસ્‍પિટલ દ્વારા નિયમ મુજબ કોરોના રિપોર્ટ કરતા મહિલા કોરના સંક્રમિત હોવાનું રિપોર્ટમાં ખુલ્‍યુ હત

(3:15 pm IST)