Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હાથો મેં લો પીચકારી, રંગ ડાલને કી કરો તૈયારી, છોટે બડે કા છોડો ખ્‍યાલ, સબ કે ગાલો પે ડાલો ગુલાલ...

રાત્રે કવિતાના કેસુડા ખીલશે, હાસ્‍યના રંગે રંગાશે રાજકોટવાસીઓ

રાત્રે ૮.૩૦ વાગ્‍યે રેસકોર્ષમાં હાસ્‍ય કવિ સંમેલન : સુમિત ઓરછા, તેજનારાયણ બેચૈન, મણિકા દુબે, પાર્થ નવીન, અર્જુન અલ્‍હડ જમાવટ કરશે : જાહેર નિમંત્રણ

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકા દ્વારા હોળી - ધુળેટી પર્વના ભાગ રૂપે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલનᅠ‘હોલી કે રંગ રાજકોટ કે સંગ'ᅠકવિશ્રી રમેશપારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે યોજાશે. આજે રાત્રે ૮.૩૦ કલાકે દેશના ખ્‍યાતનામ કવિઓ હાસ્‍યરંગ પિરસશે.

આ અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશનરશ્રી અમિત અરોરા તથા સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્‍ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૬ના રોજ હોળી-ધુળેટી પર્વના ભાગ રૂપે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન ‘હોલી કે રંગ રાજકોટ કે સંગ' કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે યોજાશે.ᅠઆ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન સંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયાના હસ્‍તે કરાશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે સંસદસભ્‍ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, પુજારા ટેલીકોમ પ્રા.લી.ના યોગેશભાઈ પુજારા, ક્‍લાસીક નેટવર્ક પ્રા. લી.ના સ્‍મિતભાઈ કનેરીયા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે. ᅠ

આ કાર્યક્રમમાં કવિશ્રી ઝાંસીના સુમિત ઓરછા (વીર રસ) મંચનું સંચાલન કરે છે. તેમજ તેજ નારાયણ બૈચૈન (મુરૈના), મણિકા દુબે (જબલપુર- ગીત ગઝલ), પાર્થ નવીન (પ્રતાપગઢ- ફિલ્‍મી પૈરોડી), અર્જુન અલ્‍હડ (કોટા- હાસ્‍ય કા બોમ) વગેરે શ્રોતાઓને હાસ્‍યની છોળો સાથે અવનવી કવિતા પીરસશે. ᅠᅠ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન પૂરૂ પાડવાના ઉમદા હેતુથી હોળી/ધુળેટી પર્વના ભાગ રૂપેᅠ‘હોલી કે રંગ રાજકોટ કે સંગ'ᅠરંગારંગ હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન માણવા શહેરીજનોને પદાધિકારીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

 

 

 

(3:06 pm IST)