Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હોળીના પવિત્ર તહેવારના દિવસે પણ વીજતંત્રે રાજકોટમાં ચેકીંગ હાથ ધરતા કચવાટઃ લોકોમાં દેકારો ૪૧ ટીમો દ્વારા ત્રણ સબ ડીવીઝન ક્ષેત્રમાં સવારથી દરોડા

આજે હોળીનો પવિત્ર તહેવાર છે.... સાંજે ૬.૩૦ બાદ હોળી પ્રગટાવાનું મુર્હુત છે... લોકો સવારથી તૈયારી કરી રહ્યા છે..ત્‍યાં વીજતંત્રે સવારથી ૪૧ ટીમો દ્વારા રાજકોટ સીટી ડીવીઝન-૧ ના મોરબી રોડ-આજી-૧ અને આજી-ર સબ ડીવીઝનના સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં વીજ ચોરી ઝડપી લેવા દરોડા પાડતા ભારે કચવાટની લાગણી જન્‍મી છે...લોકોમાં દેકારો મચી ગયો છે. જયાં દરોડા પડાયા તેમાં ભગવતીપરા શેરી નં. ૧ થી ૧૦ જય પ્રકાશ સોસાયટી શેરી નં. ૧ થી ૬, અંબીકા પાર્ક, સદ્‌્‌ગુરૂ પાર્ક, સુખ સાગર સોસાયટી, વીજયનગર, કુબલીયાપરા, કસ્‍તુરબાવાસ, ગોકુલનગર, આંબેડકરનગર, શીવાજીનગર, પારેવડી ચોક, સીતારામ રોડ, ગીરનારી સ્‍ટ્રીટ, રીવર બેન્‍ક એરીયાનો સમાવેશ થાય છે.

(12:25 pm IST)