Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

શ્રી આપાગીગાના ઓટલે બે દિવસ વિશેષ મહાપ્રસાદ

હોળી- ધુળેટી પર્વ નિમિતે બે દિવસીય વિશેષ આયોજન : ભાવિકો શીખંડ, બે શાક, દાળ-ભાત, સંભારો, ફરસાણ, રોટલી સહિતની વાનગીઓનો રસથાળ માણશેઃ યાત્રીકો- ભાવિકોને આમંત્રણ આપતા નરેન્‍દ્રબાપુ

રાજકોટઃ ચોટીલા હાઈવે ઉપર છેલ્લા ૧૦ વર્ષોથી સતત ૨૪ કલાક ચાલુ રહેતા અને ભાવિકોની જઠરાંગીની ઠારતા શ્રી આપાગીગાનો ઓટલો- ચોટીલા ખાતે ભાવિકો દરરોજ સેંકડોની સંખ્‍યામાં મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે.

શ્રી આપાગીગા ઓટલો- ચોટીલાના મહંત પૂ.નરેન્‍દ્રબાપુએ જણાવ્‍યું છે કે અહિં દરરોજ ૨૪ કલાક અન્‍નક્ષેત્ર ધમધમે છે. ભાવિકો દરરોજ મોટી સંખ્‍યામાં મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. દરમિયાન હોળી અને ધુળેટી પર્વ નિમીતે મંગળવારે અને બુધવારે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પૂ.નરેન્‍દ્રબાપુએ જણાવેલ કે હોળી અને ધુળેટી પર્વ નિમીતે મંગળ અને બુધ એમ બે દિવસ ભાવિકો શીખંડ સહિત બે મીઠાઈ, બે શાક, દાળભાત, સંભારો, ફરસાણ, રોટલી સહિતની વાનગીઓની મજા માણશે. બન્‍ને દિવસ ૨૪ કલાક અન્‍નક્ષેત્ર ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે આપાગીગાના ઓટલે ૧૦ વર્ષથી અવિરતપણે અન્‍નક્ષેત્ર ધમધમે છે. ભાવિકો યાત્રાળુઓ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. તેમ પૂ.નરેન્‍દ્રબાપુએ અંતમાં જણાવ્‍યું છે.

(12:22 pm IST)