Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટ જીલ્લામાં ‘‘નલ સે જલ'' અંતર્ગત ૧૦૦ ટકા નળ જોડાણની કામગીરી પૂર્ણ કરાઇ : કુંવરજીભાઇ

કુલ ૧૬૮ યોજનાઓ અમલમાં મુકાઇ : માર્ચ -ર૦રર સુધીમાં ૩ લાખ રર હજારથી વધુ ઘરોમાં નળ જોડાણ પૂર્ણ કરાયા

રાજકોટ, તા. ૪ : પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કરાયેલ કામગીરીની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લામાં ઁનલ સે જલઁ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંક પહેલા જ ૧૦૦ ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૧૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ ઁજલ જીવન મિશનઁ હેઠળ ઁહર ઘર જલઁ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ નાગરિકો ને વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘરેઘરે શુદ્ધ પેયજળ ઉપલબ્‍ધ કરાવવાનું નક્કી કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતથી પાંચ વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં  નળ જોડાણના નિર્ધારિત લક્ષ્યાંકની સામે જિલ્લામાં માર્ચ-૨૦૨૨ના અંતમાં જ ૧૦૦ નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરાયો છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો રજૂ કરતાં કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગામોમાં આંતરિક પેયજળ વ્‍યવસ્‍થા માટે  ૧૬૮ યોજના મંજૂર કરી રૂ. ૫,૪૪૮ લાખથી વધુના ખર્ચે જિલ્લાના તમામ ૩,૨૨,૭૩૨  ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. રાજકોટના ધોરાજીમાં ૦૨, ગોંડલમાં ૨૮, લોધિકામાં ૦૩, વિંછીયામાં ૧૯, જામ કંડોરણામાં ૦૭, જસદણમાં ૩૬, જેતપુરમાં ૦૪, કોટડાસાંગાણીમાં ૧૬, પડધરીમાં ૦૫, રાજકોટમાં ૪૨ અને ઉપલેટામાં ૦૬ એમ કુલ ૧૬૮ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. યોજનાની શરૂઆતમાં નળ જોડાણ ધરાવતા ઘરોની સંખ્‍યા માત્ર ૨.૯૬ લાખ હતી, જેની સામે માર્ચ-૨૦૨૨ અંતિત જિલ્લાના તમામ ૩,૨૨,૭૩૨  ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

(11:52 am IST)