Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જાહેર રસ્‍તાઓ ઉપર હોળી-ધુળેટીમાં રંગ-પાણી ભરેલા ફુગ્‍ગા-કાદવ-કેમીકલયુકત રંગો ઉડાડવા-ફેંકવા પર પ્રતિબંધ

૭ મીથી તા. ૯ માર્ચ સુધી એડી. કલેકટરનું જાહેરનામું : ભંગ કરનાર સામે કડક પગલાની ચેતવણી

રાજકોટ, તા., ૪ : એડી. કલેકટર શ્રી કેતન ઠક્કરે મહત્‍વનું જાહેરનામુ બહાર પાડી આગામી તા.૭-૩-ર૦રરના રોજ હોળી તથા તા. ૮-૩-ર૦રર ના રોજ ધુળેટીનો તહેવાર આવતો હોય સમગ્ર રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના વિસ્‍તારમાં આ તહેવારની ઉજવણી થનાર છે. સદરહું તહેવારની ઉજવણી સારૂ લોકો સાંજના સમયે શહેર-ગામના મુખ્‍ય ચોકમાં લાકડા, છાણા તથા ઘાસ એકત્રીત કરી હોળી પ્રગટાવી હોલીકાનું દહન કરી, શ્રીફળ વધેરી, શ્રીફળ, પતાસા, ખજુર વિગેરેની લ્‍હાણી કરતા હોય છે. તેમજ ધુળેટીના તહેવારમાં પુરૂષો,સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્‍તાઓ તેમજ ગલી-શેરીઓમાં આવતા જતા રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર) પાણી ભરેલા ફુગ્‍ગાઓ તેમજ રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્‍ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્‍તુઓ ફેંકતા હોય છે અને અમુક લોકો જાહેર રસ્‍તાઓ ઉપર આડસ મુકી, વાહન રોકી, વાહન ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવતા હોય છે. જેને લીધે જાહેર રસ્‍તાઓ / શેરીઓ/ ગલીઓમાં આવતા જતા જાહેર જનતાને અડચણરૂપ, ત્રાસદાયક અથવા ઇજા થવાની તેમજ અમુક અસામાજીક તત્‍વો દ્વારા અન્‍ય કોમનીસ્ત્રીઓ ઉપર રંગ છાંટવાના બનાવ અથવા છેડતીના બનાવ બનતા હોય છે. જેથી જાહેર સુલેહશાંતિ જોખમાય તેવી શકયતા નકારી શકાય નહી. જેથી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કથળે નહી તે સારૂ આવી પ્રવૃતી અટકાવવી જરૂરી જણાય છે. જાહેરનામામાં કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્‍તાઓ ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્‍ગાઓ તેમજ રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્‍ગાઓ, કાદવ, રંગ મિશ્રીત પાણી, કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્‍તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર ફેંકવા નહી અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્‍તાઓ ઉપર દોડવુ નહી. પોતાના હાથમાં રાખવા નહી કે કોઇને કે પોતાને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃતી કરવી નહી. તેમજ અન્‍ય કોમની લાગણી દુભાય અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કથળે તેવી રીતનું વર્તન કરવુ નહી  તેવો આદેશ કરાયો છે.

(5:05 pm IST)