Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટ જિલ્લામાં 'નલ સે જલ' અંતર્ગત લક્ષ્યાંક પહેલા જ ૧૦૦ ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરાઈ: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ :પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં 'નલ સે જલયોજના અંતર્ગત કરાયેલ કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું કેરાજકોટ જિલ્લામાં 'નલ સે જલઅંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંક પહેલા જ ૧૦૦ ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગષ્ટ૨૦૧૯ના રોજ 'જલ જીવન મિશનહેઠળ 'હર ઘર જલકાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ નાગરિકો ને વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘરેઘરે શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતથી પાંચ વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં  નળ જોડાણના નિર્ધારિત લક્ષ્યાંકની સામે જિલ્લામાં માર્ચ-૨૦૨૨ના અંતમાં જ ૧૦૦ નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ઘ કરાયો છે.

મંત્રીએ વધુ વિગતો રજૂ કરતાં કહ્યું હતું કેરાજકોટ જિલ્લાના ગામોમાં આંતરિક પેયજળ વ્યવસ્થા માટે  ૧૬૮ યોજના મંજૂર કરી રૂ. ૫,૪૪૮ લાખથી વધુના ખર્ચે જિલ્લાના તમામ ૩,૨૨,૭૩૨  ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. રાજકોટના ધોરાજીમાં ૦૨ગોંડલમાં ૨૮લોધિકામાં ૦૩વિંછીયામાં ૧૯જામ કંડોરણામાં ૦૭જસદણમાં ૩૬જેતપુરમાં ૦૪કોટડાસાંગાણીમાં ૧૬પડધરીમાં ૦૫રાજકોટમાં ૪૨ અને ઉપલેટામાં ૦૬ એમ કુલ ૧૬૮ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. યોજનાની શરૂઆતમાં નળ જોડાણ ધરાવતા ઘરોની સંખ્યા માત્ર ૨.૯૬ લાખ હતીજેની સામે માર્ચ-૨૦૨૨ અંતિત જિલ્લાના તમામ ૩,૨૨,૭૩૨  ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

 

(11:33 pm IST)