Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

બુધવારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશનો રાજકોટ જિલ્લાના પ્રવાસે

ભુણાવા નજીક આવેલ ટેક્સ્ટાઇલ નોન વોવન ફેક્ટરી ત્યાર બાદ શેમળા ગામ નજીક આવેલ ટેક્સ્ટાઇલ ફેક્ટરીની મુલકાત લેશે

રાજકોટ:રેલવે અને ટેક્ષટાઈલ ખાતાનાં કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીમતિ દર્શનાબેન જરદૌસ  રાજકોટ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. મંત્રી તા.૮ માર્ચ,૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે  ગોંડલ તાલુકાના ભુણાવા નજીક આવેલ ટેક્સ્ટાઇલ નોન વોવન ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યાર બાદ શેમળા ગામ નજીક આવેલ ટેક્સ્ટાઇલ ફેક્ટરીની મુલકાત લેશે તેમજ મુલકાત પૂર્ણ થયે અનુકૂળતાએ સુરત જવા રવાના થશે.

 

(11:32 pm IST)