Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા

સોમવારે મહિલા દિને સંગીત સંધ્યા- મહિલાઓનું સન્માનઃ મહાનુભાવોની હાજરી

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા આ વર્ષે પણ ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે બપોરે ૩ વાગ્યાથી સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે, સાથે જ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ તેમજ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ બન્નો જોશી તથા રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબના ધર્મપત્ની શ્રીમતી માલિનીબેન અગ્રવાલ હાજરી આપશે. જેઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર પ્રતિભાશાળી મહિલા શકિતઓનું સન્માન કરવામાં આવશે.

સંગીત સંધ્યામાં રમેશભાઈ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા સંગીતના સૂર રેલાવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિના સુમિતાબેન કાપડિયા, જયશ્રીબેન વરસાણી, રસીલાબેન ગજેરા, રમાબેન ઠુમ્મર, રંજનબેન મેંદપરા, મંજુબેન સાવલિયા સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:07 pm IST)