Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કાલાવડ રોડ - ડ્રાઇવ ઇન સિનેમા ખાતે હોસ્પિટલ ક્રિકેટ લીગ

તબીબો અને કર્મચારીઓ ફટકાબાજી કરશે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૬: રાજકોટ જિલ્લામાં હોસ્પિટલ્સ ક્રિકેટ લીગનું આયોજન તા.૬-૭ માર્ચ.૨૦૨૧ ના રોજ ડ્રાઈવ ઈન સિનેમા,કાલાવડ રોડ ખાતે કરવામાં આવેલ છે.આ લીગના સ્પોનસર તરીકે વિંગ્સ આઇ. વી. એફ. હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ, ઉમિયા મોબાઈલ, યુ.ટી. આઇ. મ્યુચ્યુઅલ ફંડ રહેલ છે.

રાજકોટમાં કોર્પોરેટ કલ્ચર તમામ હોસ્પિટલ્સના તબીબો, ઉચ્ચ અધિકારીઓ ક્રિકેટ ના મેદાનમા ઉતરી આવશે. આ ક્રિકેટ લીગમાં રાજકોટની નામાંકિત હોસ્પિટલ એન. એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ,એચ. સી. જી. હોસ્પિટલ, બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલના તબીબો, ઓ. ટી. સ્ટાફ, ઓફીસ સ્ટાફ, તેમજ હોસ્પિટલના અન્ય કર્મચારીઓ ભાગ લેશે. હોસ્પિટલના તબીબો સીરિંજ, સ્ટેથોસ્કોપ, સિઝર, એપરોન છોડી ટી- શર્ટ પેહરી બેટ-બોલ પકડશે.

મેચને રસપ્રદ બનાવવા હોસ્પિટલના તબીબો, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.ક્રિકેટ લીગને સફળ બનાવવા ડો.નીરવ માનસેતા, જયદીપ ત્રિવેદી, ભૂષણ જોષી, પિયુષ ચૌહાણ, જાવેદ છાચર, હેમંત પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:32 pm IST)