Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

આપણો રવિવારનો રંગ રચિતને સંગ

'રચિત ઈટેરી' માં અદ્દભુત ફૂડ ખજાનો

ફાફડા- જલેબી, ગુજરાતી શબ્જી, કચોરી, સમોસા, રબડી, વેફર, લડ્ડુ સહિતની અવનવી વાનગીઓની મજા માણો

રાજકોટઃ રંગીલા રાજકોટીયનો હરવા- ફરવાની સાથે ખાવા-પીવાના પણ ખૂબ શેખીન છે. ખાસ કરીને રવિવારના રજાના દિવસે જુદી- જુદી વાનગીઓની મજા માણતા હોય છે. ત્યારે રચિત કેટરર્સવાળા કિરીટભાઈ બુધ્ધદેવ અને મોહિત બુધ્ધદેવ સંચાલીત રચીત ઈટેરી દ્વારા તેમની શોપમાં ખાસ કરીને રવિવારના રોજ દિવસભર ભરપુર ફૂડની આઈટમો લઈને આવ્યું છે.

શહેરના અમિન માર્ગ મેઈન રોડ ઉપર ડેસ્ટીનેશન પ્લસ શોપ નં.૧, નવકાર ફલેટસની સામે આવેલ રચિત ઈટેરી ખાતે સન્ડે ફૂલ-ડે સ્પેશ્યલ લઈને આવ્યું છે. સવારે ફાફડા ગાંઠીયા, કેસર જલેબી બપોરે સ્ટફ ગુજરાતી શબ્જી, પનીર કોર્ન કેપ્સીકમ શબ્જી, કોર્ન પાલર ઈડલી, મગદાળ કચોરી, લાઈવ ગુલાબ જાંબુ, લાઈવ સમોસા, સાંજે છોલે કુલ્ચા, તવા બીરયાની, લાઈવ જલેબી (રબડી સાથે), તેમજ ડ્રાયફ્રુટની અવનવી મીઠાઈ જેમ કે ફેન્સી કાજુ સ્વીટસ, મીની કાજુ કતરીના મેંગો, બ્લેક કરંટ જેવી વિવિધ ફલેવર્સ.

આ ઉપરાંત પ્રોટીન લડ્ડુ, કેલ્સીયમ લડ્ડુ, મખના લડુ, ચીપ્સમાં કંદની વેફર સહિત ૭ ફલેવર્સ તેમજ સ્વીટસ અને નમકીનમાં ઢગલાબંધ વેરાયટી ઉપલબ્ધ બનશે.

સ્થળઃ રચિત ઈટેરી, શોપ નં.૧, ડેસ્ટીનેશન પ્લસ, નવકાર ફેલટસ સામે, અમિનમાર્ગ મેઈન રોડ, રાજકોટ મો.૯૩૭૭૭ ૪૨૦૦૬

(2:54 pm IST)
  • ગુજરાત સહિત ૪ રાજ્યોમાં આવતા લોકો માટે રાજસ્થાન સરકારે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતાં લોકો માટે રાજસ્થાન સરકારે કોવિદ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ચારેય રાજ્યોમાં કોરોના કેસો તાજેતરના સમયમાં વધતા જતા માલુમ પડ્યા છે. access_time 11:05 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST

  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST