Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ પસંદ કરવા ૧૩મીએ પાર્લામેન્ટરી બોર્ડ

રાજકોટ, તા. ૬ :  જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ નકકી કરવા માટે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો શરૂ થનાર છે. રાજકોટ જિલ્લા પંચાયત માટે પાર્લામેન્ટરી બોર્ડમાં આવતા શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે સુનાવણી છે. ત્યાં સુધીમાં ચૂંટણી માટેની સામાન્ય સભાનો એજન્ડા પ્રસિધ્ધ થઇ જશે. પ્રમુખપદ માટે ભુપત બોદરનું નામ મજબુતાઇથી ઉપસે છે.

(2:52 pm IST)