Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રેલનગરના રામભાઇ ગઢવીનું પડધરી પાસે એકટીવા સ્લીપ થઇ જતાં મોત

રાજકોટ તા. ૬: રેલનગરના વૃધ્ધનું પડધરી નજીક મોટા રામપર પાસે એકટીવા સ્લીપ થઇ જતાં ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ રેલનગર અમૃત રેસિડેન્સીમાં રહેતાં રામભાઇ કાનાભાઇ ગઢવી (ઉ.વ.૬૫) ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે ઘરેથી એકટીવા હંકારી પડધરી તરફ સગાને મળવા ગયા હતાં ત્યારે મોટા રામપર નજીક પેટ્રોલ પંપ સામે એકટીવા સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાર્યવાહી કરી પડધરી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર રામભાઇ નિવૃત જીવન ગાળતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્રી છે. બનાવ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)