Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજકોટ શહેરમાં કોવિશીલ્ડના ૧૯,૫૬૦ અને જિલ્લામાં ૩૬,૯૭૦ ડોઝ અને કોવેકિસનના ૧૧૪૦ ડોઝ ઉપલબ્ધ

તા.૪ સુધી ૩૬,૧૧૦ વેકસીનનો વપરાશ, હાલ ૧૯,૫૬૦ ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપલબ્ધ

રાજકોટ તા. ૬:  રાજકોટ રિજિયોનલ વેકસીન સેન્ટર ખાતે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને રાજકોટ શહેર તથા જિલ્લાની વેકસીન સ્ટોર કરવામાં આવે છે. સેન્ટર ખાતેથી જુદા જુદા સેન્ટર પર જરૂરિયાત મુજબ વેકસીન ડીટ્રીબ્યુટ કરવામાં આવે છે. હાલ રિજિયોનલ વેકસીન સેન્ટર ખાતે કોવિશીલ્ડના ૭૩,૦૦૦ અને કોવેકિસનના ૨,૮૬૦ ડોઝ ઉપલબ્ધ છે.

 રાજકોટ શહેર તેમજ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટ કોર્પોરેશન માટે ૫૫,૬૭૦ કોવિશીલ્ડ વેકસીન ઇસ્યુ કરવામાં આવી છે. જેમાંથી તા. ૪ માર્ચ સુધીમાં ૩૬,૧૧૦ વેકસીનનો વપરાશ થયો છે તેમજ હાલ ૧૯,૫૬૦ વેકસીન ડિસ્ટ્રિબ્યુટીન માટે ઉપલબ્ધ છે.  જયારે જિલ્લામાં ૬૩,૫૪૦ કોવિશીલ્ડ વેકસીન આપવામાં આવી છે. તા. ૪ સુધીમાં ૨૬,૫૭૦ વેકસીન ડોઝ અપાયાનું અને ૩૬,૯૭૦ વેકસીન ડોઝ ઉપલબ્ધ છે. તેમજ કોવેકિસનના ૧,૧૪૦ ડોઝ હોવાનું વિભાગીય નિયામકશ્રી રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

(11:47 am IST)