Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

શ્રી એન્જીનીયરીંગ પેઢીના ભાગીદાર વિરૂધ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૬: અત્રેશ્રી એન્જીનીયરીંગના નામથઈ ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નૈમીષભાઇ જગદીશભાઇ વાછાણીએ પંકજકુમાર હસમુખરાય શેઠને તેમની લેણી નીકળતી રકમ પેટે આપેલ ચેક પાછો ફરતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, શ્રી એન્જીનીયરીંગના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નૈમીષભાઇ જગદીશભાઇ વાછાણીને સબમર્શીબલ પંપસેટનો મોટો ઓર્ડર મળેલ હોય તેથી તેમને રોમટીરીયલ્સ ખરીદ કરવા નાણાની જરૂરીયાત હોય સબંધના દાવે પંકજકુમાર હસમુખરાય શેઠે તેઓને રકમ રૂ.૩,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલ. સદરહું રકમની પંકજકુમાર હસમુખરાય શેઠને જરૂરીયાત હોય આ રકમની આરોપી શ્રી એન્જીનીયરીંગના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નૈમીષભાઇ જગદીશભાઇ વાછાણી પાસે માંગણી કરતા તેઓએ પેઢીના નામનો રકમ રૂ.૩,૦૦,૦૦૦નો ફરીયાદી પંકજકુમાર હસમુખરાય શેઠના નામનો ચેક આપેલ.

ઉપરોકત ચેક ફરીયાદી પંકજકુમાર હસમુખરાય શેઠે તેમના બેન્ક ખાતામાં વટાવવા નાખતા સદરહું ચેક ''એકસીડસ એરેન્જમેન્ટ''ના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદી પંકજકુમાર હસમુખરાય શેઠે તેમના એડવોકેટ મારફત શ્રી એન્જીનીયરીંગના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારગ નૈમીષભાઇ જગદીશભાઇ વાછાણીને નોટીસ આપેલ. આ નોટીસ મળી જવા છતાં આરોપી શ્રી એન્જીનીયરીંગના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નૈમીષભાઇ જગદીશભાઇ વાછાણીએ કોઇ જ રકમ નહી ચુકવતા તેઓની સામે ફરીયાદી પંકજકુમાર હસમુખરાય શેઠે રાજકોટના એડી.ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફોજદારી ફરીયાદ કરેલ છે.

આ કામમાં ફરીયાદી વતી વકીલશ્રી હિતેષ એચ.દવે, પ્રતિક ડી.રાજયગુરૂ, પાર્થ ડી.પીઠડીયા તથા કરણસિંહ એ.ડાભી રોકાયેલ છે.

(4:17 pm IST)