Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ઘનશ્યામનગરમાંથી રીક્ષામાં દારૂની ૪૮ બોટલ સાથે અજય અને જીજ્ઞેશ પકડાયા

રાજકોટ તા.૬: કોઠારીયા મેઇન રોડ પર ઘનશ્યામનગરમાંથી રીક્ષામાંથી દારૂની ૪૮ બોટલ સાથે બે શખ્સોને ભકિતનગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મકથના હેડ કોન્સ. વિક્રમભાઇ તથા ભાવેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કોઠારીયા રોડ પર ધનશ્યામનગર શેરીનં. ૯માં દરોડો પાડી સહજાનંદ સોસાયટી શેરીનં. ૪ આજીડે પાસે રહેતા અજય મુળુભાઇ સીયાળ (ઉ.વ.૩૨) અને કોઠારીયા રોડ ધનશ્યામનગર -૯નો જીજ્ઞેશ ઉર્ફે વાંક ખીમજીભાઇ વાવડીયા (ઉ.વ.૩૦) ને જી.જે. ૩ એ.એકસ ૧૧૩૫નંબરની રીક્ષામાંથી રૂ. ૧૯૨૦૦ની કિંમતની દારૂની ૪૮ બોટલ સાથે પકડી લીધા હતા જયારે જાનવી જીજ્ઞેશ વાવાડીયા (ઉ.વ.૨૬) નાસી જતા તેની શોધખોળ આદરી છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો  રમાડતા બે પકડાયા

માલવીયા ચોક હોટલ ક્રોસ રોડ હોટલના ત્રીજામાળે રૂમ નંબર ૩૦૯માં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ યુ.બી. જોગરાણા તથા મયુરભાઇ પટેલે બાતમીના આધારે દરોડો પાડી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રાજન ગંગદાસ તાળા (ઉ.વ.૨૨) અને હર્ષ કિશોરભાઇ સખીયા (ઉ.વ.રપ)ને રૂ. ૨૪,૧૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

(4:16 pm IST)