Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

વિશિષ્ટ પ્રદાન થકી એવોર્ડની હારમાળા સર્જી દેતા પદ્દમીની બેન પારેખ : અનેક સંસ્થાઓ દ્વારા બહુમાન

રાજકોટ તા. ૬ જનરલ નોલેજમાં વિશિષ્ટ સિધ્ધીના પ્રદાન બદલ રાષ્ટ્ર સ્તરે મોસ્ટ પ્રાઇઝ વિનર વુમેન તરીકે બહુમાન મેળવી જનાર પદ્મીનીબેન પારેખને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યાદ કરવા જ રહે.

લીમ્કા બુક ઓફ રેકોર્ડસ, ઇન્ડિીયા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, મહિાલ ગૌરવ એવોર્ડ સહીત અનેક એવોર્ડથી સન્માનીત પદ્દમીનીબેન અનેક ઇનામો મેળવી ચુકયા છે અને અને ઇનામોની વસ્તુઓ- રોકડનો સદ્દકાર્યમાં ઉપયોગ કરે છે. જરૂરતમંદો માટે સેવા પ્રવૃત્તિઓ ચલાવે છે.

૧૯૬૮ માં રાજકોટમાં સમગ્ર ગુજરાતમાં બી.એ. માં પ્રથમ ગોલ્ડ મેડલ શ્રીમતી વિદ્યાબેન નીલકંઠ ગોલ્ડ મેડલ, ફીલોસોફીમાં તે સમયના ગવર્નર શ્રીમન્નારાયણના હસ્તે મેળવેલ.  ઉમાશંકર જોષી વગેરેની ઉપસ્થિતીમાં પ્રથમથી જ પ્રથમ નંબર મેળવનર પદ્દમીનીબેન પોતાને મળતી સ્કોલરશીપ જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપી દેતા.

બ્રહ્માકુમારી  દ્વારા નારી રત્ન એવોર્ડ આપી સન્માનીત કરાયા છે. ગવર્નરના હસ્તે શાલ ઓઢાડી તેમનું બહુમાન કરાયુ હતુ. વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા અભિનંદનપત્રો પાઠવાયા હતા. રેડીયો અને દુરદર્શન પર પ્રેરક ઇન્ટરવ્યુ આપી ચુકેલ રાજકોટના જ પદ્દમીનીબેન પારેખ (મો.૯૩૭૪૩ ૦૪૫૦૬) ને મહિલા દિવસે વિશેષરૂપે સૌ યાદ કરશે. (૧૬.૫)

(4:13 pm IST)