Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

B.Sc.B.com. BBAમાં ફીનું માળખુ જાહેર કરશેઃ NSUI

રાજકોટ તા.૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા તમામ ફેકલ્ટીમાં ફીનું માળખું ૨૦૦૩માં યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં બી.એસ.સી. ૧૫૦૦૦ બી.કોમ.૨૫૦૦ અને બી.બી.એ.૧૫૦૦૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવેલ હતી. પરંતુ અત્યારના સમયે સેલ્ફ ફાયનાન્સ કોલેજો બી.એસ.સી. ૩૦૦૦૦ ઉપર બી.કોમ ૧૫૦૦૦ ઉપર અને બી.બી.એ. ૨૦૦૦૦ ઉપર સેલ્ફ ફાયનાન્સ કોલેજો દ્વારા ફી વસુલવામાં આવે છે. એસ.સી, એસ.ટી.ના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં સ્કોલરશીપ પર ભણતર કરે છે તેની સ્કોલરશીપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી ફીના આધાર ઉપર ચુકવવામાં આવે છે. પણ સેલ્ફ ફાયનાન્સ કોલેજો ઉપર દર્શાવ્યા પ્રમાણએ ફી વસુલે છે એટલા માટે સ્કોલરશીપ અડધી થી પણ ઓછી આવે છે. એટલા માટે એસ.સી., એસ.ટી.ના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ઓછી મળવાના કારણે બાકીની ફી ભરી શકતા નથી એટલા માટે ભણતર અધુરૂ મુકવું પડે છે. રાજકોટ એન.એસ.યુ.આઇ. માંગણી કરીકે બી.તોમ. બી.બી.એ. અને બી.એસસી. ફી ટ્રસ્ટીઓના હીતને લઇને નહિ પરંતુ ગરીબ અને પછાત વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી આગામી સીન્ડીકેટમાં નવુ ફીનું માળખુ નક્કી કરવામાં આવે અને તેનું તાત્કાલીક અમલ કરવા માંગણી કરી હતી.

કાર્યક્રમમાં એન.એસ.યુ.આઇ.ના આદિત્ય  ગોહિલ (ઓલ.ઇન્ડીયા ડેલીગેટ, એન.એસ.યુ.આઇ.) નરેન્દ્ર સોલંકી ઉપપ્રમુખ, રાજકોટ એનએસયુઆઇ સહિતનાઓએ રજુઆત કરી હતી. (તસ્વીર.સંદિપ બગથરીયા)

(3:49 pm IST)