Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સહકારીતા રત્નથી સન્માનીત જયોતિન્દ્ર મામાનો જન્મદિન

રાજકોટઃ સહકારી અગ્રણી જયોતીન્દ્રભાઈ મહેતાનો જન્મદિવસ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં પૂર્વ ચેરમેન અને ડિરેકટર છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રની સવૌચ્ચ સંસ્થા, નાફકબ- ન્યુ દિલ્હીના ચેરમેન, ગુજરાત અર્બન કો- ઓપરેટીવ બેન્કસ ફેડરેશનનાં ચેરમેન ઉપરાંત સહકાર ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહયા છે.

તેમની યશસ્વી કામગીરી એક ઝલક જોઈએ તો, ગુજરાતની સહકારી બેંકોના માધ્યમથી રાજયના છાત્રોને ૧,૨૦,૦૦૦ કોમ્પ્યુટર પુરા પાડવાનો પ્રકલ્પ 'ફલડ આઈ.ટી.'નું બે વખત સફળતાથી આયોજન કરાયેલ. આવી જ રીતે સહકારી ક્ષેત્રની એક આગવી અને અનોખી ઓળખ ઉભી કરવા અને સહકારનું બ્રાન્ડીંગ કરવા માટે લોગો 'પ્રાઉડલી કો- ઓપરેટીવ'નું સર્જન કરી વિકસાવયો હતો.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં ડિરેકટર તરીકે સેવાની શરૂઆત કરનાર જયોતિન્દ્રભાઈ મહેતાએ ૩૨ વર્ષની સુદીર્ધ સેવાઓ કરી છે.

ભારતની ૧,૫૪૬ સહકારી બેંકો માટેને અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન હેઠળ એક છત્ર હેઠળ લાવવા માટે અથાગ જહેમત ઉઠાવે છે.

તેઓએ સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નાફકબ- ન્યુ દિલ્હીનાં અધ્યક્ષ નેશનલ કો- ઓપરેટીવ યુનીયન ઓફ ઈન્ડીયા (એનસીયુઆઈ)માં સરકાર નિયુકત ડિરેકટર, સહકાર ભારતીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીડીસીના જીસી મેમ્બર, ગુજરાતની અર્બન કો- ઓપરેટીવ બેન્કોનું ફેડરેશન, ગુજરાત અર્બન કો- ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના અધ્યક્ષ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ના પૂર્વ ચેરમેન અને ડિરેકટર, વિજય કોમર્શીયલ કો- ઓપરેટીવ બેન્ક લિ.નાં પૂર્વ ચેરમેન તરીકે સેવા આપેલ.

જયોતિન્દ્ર મામાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે 'બહુ રત્ના વસુંધરા' એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

દેશની ટોચની સહકારી કંપની 'ઈફકો' દ્વારા સહકારી ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન 'સહકારિતા રત્ન' તેમજ રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે 'સહકારિતા' સન્માન એનાયત કરવામાં આવેલ.

જયોતિન્દ્રમામાને મો.૯૪૨૭૬ ૧૩૭૦૧ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહયો છે.

(4:25 pm IST)