Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

વેટના દરોડામાં ગાંધીધામમાં સ્ટીલની કંપનીએ ર કરોડ ૧૪ લાખની ખોટી વેરા શાખા લીધાનો ધડાકો

ડે. કમિશ્નર લાડુમોર દ્વારા સફળ ઓપરેશનઃ લાકડા-પ્લાયની પેઢીમાં ૯ લાખની વસુલાતઃ આજે ગાંધીધામ-વેરાવળ-જુનાગઢ-ખંભાળીયાના પાંચ વર્કસ કોન્ટ્રાકટરોને ત્યાં દરોડા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ વેટ તંત્ર  મડી પડયું છે, ગાંધીધામમાં ડીવીઝન ૧૦ના ડે. કમીશ્નર શ્રી લાડૂમોરના માર્ગદર્શન હેઠળ ટીમોએ ગઇકાલે પાડેલા દરોડામાં સ્ટીલની એક મોટી કંપનીએ ર કરોડ ૧૪ લાખની ખોટી વેરા શાખ લીધી હોવાનો ધડાકો થયો છે, આ સંદર્ભે આ ર કરોડ ૧૪ લાખની વેરાશાખ રીવર્સ લેવાનો આદેશ કરાયો છે.

 

દરમિયાન ગાંધીધામમાં અન્ય એક લાકડાની પેઢીમાં ૬ લાખ તો, પ્લાયવુડની પેઢીમાં ૩ લાખની વસૂલાત કરી લેવાઇ હતી.

આજે પણ ડે. કમીશ્નર શ્રી લાડૂમોરની સુચના બાદ ટીમોએ પાંચ વર્કસ કોન્ટ્રાકટરને ત્યાં દરોડા પાડયા છે, જેમાં ગાંધીધામની બે પેઢી ઉપરાંત જુનાગઢ, ખંભાળીયા, વેરાવળમાં પણ વર્કસ કોન્ટ્રાકટરોને ઝપટે લેવાયાનું અને મોડી રાત સુધી તપાસ ચાલુ રહેવાના સંકેત અપાયા છે. (પ-૩ર)

(4:21 pm IST)