Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

લાંચમાં ઝડપાયેલા ટ્રાફિક પોલીસમેન સહિત બેના ૧૪ દિ'ના રિમાન્ડ મંગાયા

કબ્જે થયેલા કાર્ડ કયાં છપાયા? તે અંગે અને કાર્ડ વિતરણમાં કોણ-કોણ સામેલ? તે અંગે એસીબી દ્વારા તપાસ

રાજકોટ તા. ૬: ગઇકાલે એન્ટી કરપ્શન બ્યુરોએ રૂ. ૫૦ની લાંચ લેતાં ઝડપી લીધેલા  ટ્રાફિક શાખાના હેડકોન્સ્ટેબલ બિપીનભાઇ મકવાણા અને તેના મિડલમેન દિપક પરમારને આજે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા છે.

શહેરમાં માલવાહક રિક્ષા તેમજ પેસેન્જર વાહન ચાલકો પાસેથી ચોક્કસ પ્રકારના કાર્ડ આપી હપ્તા લેવાતા હોવાની ફરિયાદ બાદ ગઇકાલે એન્ટી કરપ્શન બ્યુરોએ ગોંડલ રોડ ઓવર બ્રિજ પર છટકુ ગોઠવી ટ્રાફિકના હેડકોન્સ. બિપીનભાઇ વતી લાંચ લેતા મિડલમેન દિપક પરમારને પંચની હાજરીમાં ઝડપી લઇ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

લાંચ લેતાં પકડાયેલા ટ્રાફિક પોલીસ જમાદાર પાસેથી જુદા-જુદા ૫૬૯ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતાં. આ કાર્ડ કયા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતાં? અને કોની સુચનાથી છાપવામાં આવ્યા હતાં? તે સહિતના મુદ્દે તપાસ કરવા પકડાયેલા જમાદાર સહિત બેના ૧૪ દિવસના રિમાન્ડ માંગવા તજવીજ કરવામાં આવી છે. વધુ તપાસ એસીબી પી.આઇ. કે. એચ. ગોહિલ ચલાવી રહ્યા છે. (૧૪.૧૪)

(4:20 pm IST)