Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અમારી મુખ્ય માંગણીઓમાંથી પ૦ ટકા સ્વીકારાશે તો પણ હડતાલ સમેટી લેવાશેઃ સસ્તા અનાજના દુકાનદારોનું એલાન

આજે હડતાલને ૬ દિવસ થયા છતાં પુરવઠા તંત્રને કાંઇ પડી નથીઃ અમારી લાગણીની કિંમત નથીઃ નરેન્દ્ર ડવઃ દુકાનદારોના આજી ડેમ ખાતે ધરણાઃ કુટુંબના ભરણપોષણ માટે કાયદા મુજબ મીનીમમ વેઇજીસ તો આપો...

સસ્તા અનાજના દુકાનદારોએ આજી ડેમ ખાતે ધરણા કર્યા હતા તે નજરે પડે છે. (તસ્વીરઃ નીતિન પારેખ)

 

રાજકોટ તા. ૬: રાજકોટ શહેર-જીલ્લા પંડિત-દિન દયાલ ઉપાધ્યાય પ્રમાણીત સસ્તા અનાજ તેમજ કેરોસીન વિક્રેતા વેપારીઓની હડતાલને આજે છ-છ દિવસ થોયા છતાં સરકારના અધિકારીઓના ગજ-ગ્રહને કારણે રાજકોટ શહેર-જીલ્લાના બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો તેમજ ફૂડ-સિકયુરીટીમાં સમાવેશ કાર્ડ ધારકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેમ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ ડવ તથા અન્યોએ ઉમેર્યું છે.

સરકાર ગુજરાત રાજય ફેરપ્રાઇ શોપ એસોસીએશનની કોઇ વાત સાંભળવા તૈયાર નથી. એનું સમગ્ર ગુજરાત રાજયના વેપારી મંડળને દુઃખ થાય છે.

અમો પ્રમાણીત સસ્તા અનાજના વેપારીઓની નવા-સોફટવેર સામે કે આધાર કાર્ડ લીંકઅપ સામે કોઇ જ વાંધો નથી. પરંતુ અમારા કુટુંબના ભરણ-પોષણ માટે અમને હાલમાં સરકારી કાયદા મુજબના મિનિમમ વેઇજીસ મળવું જોઇએ તે મળતું નથી. અમારી મુખ્ય ૧૦ થી ૧પ માંગણીઓમાં પ૦% માગણીઓને પણ સ્વીકાર કરવામાં આવે તો અમો સમગ્ર ગુજરાત રાજયનું પ્રમાણીત સસ્તા અનાજ વેપારી મંડળ અમારી સાથે જોડાયેલા ગરીબ માણસોના હીત માટે, કાર્ડ ધારકોને પડતી મુશ્કેલીના ન્વિારણ માટે આંદોલન પુરૃં કરીને દુકાન ખોલી નાખીશું. પરંતુ આજે છ-છ દિવસ છતાં ગાંધીનગર-પુરવઠા તંત્ર તરફથી કોઇ જવાબ નથી તેથી ના છુટકે અમો વેપારીઓને ચિંધ્યા માર્ગે હડતાલનો સહારો લેવા પડેલ છે. જે બાબતે સરકાર વૈકિલ્પક વ્યવસ્થા કરવાની વાત કરે છે. તે મધ્યાહન ભોજનના કર્મચારીઓ ગ્રામ્ય-પંચાયતના તલાટીઓ નિવૃત શિક્ષકો અને સખી-મંડળોએ પણ આ વિતરણ-વ્યવસ્થા, અમારાથી થઇ શકશે નહીં તેવું સરકારને જણાવી દીધેલ છે. તે બદલ આ મંડળોનો સસ્તા અનાજનું મંડળ આધાર માને છે. અને ૧ દિવસના પ્રતિક ઉપવાસ પંડીત-દિન-દયાળજીની પ્રતિમા આજીડેમ ખાતે આજરોજ પ્રમુખશ્રી નરેન્દ્ર ડવ તથા અન્યો દ્વારા કરવામાં આવશે.(૭.ર૦)

(4:09 pm IST)