Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પીડીયુ મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પઃ તબિબી છાત્રોએ કર્યુ રકતદાન

પીડીયુ મેડિકલ કોલેજ બ્લડ ડોનર્સ એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની મદદથી કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડીન ડો. ગોસ્વામી, પેથોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો. ગોૈરવી ધ્રુવા, ડે. મેયર દર્શિતાબેન શાહે ખાસ હાજરી આપી હતી. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સફળ બનાવવા ડો. ગોૈરવ ચોટલીયા, જય ડોડીયા, રાજવી ડાંગર, નેનિલ પટેલ, પંકિત શાહ, નિસર્ગ પટેલ, દિવ્યકાંત બારોટ, ખુશ્બૂ સોમૈયા  સહિતે જહેમત ઉઠાવી હતી. કેમ્પનું દિપ પ્રગટાવી ઉદ્દઘાટન કરાયું હતું તે દ્રશ્ય તથા તબિબ છાત્રોએ બ્લડ ડોનેટ કર્યુ તે જોઇ શકાય છે. ૬૩ બોટલ લોહી એકઠુ કરાયું હતું. જે સિવિલની બ્લડ બેંકમાં જમા કરાવાયું હતું. સિવિલ હોસ્પિટલના સિનીયર તબિબો પણ હાજર રહ્યા હતાં (ફોટોઃ અશોક બગથરીયા)

(4:05 pm IST)