Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બે વર્ષ અગાઉ એરપોર્ટમાંથી મળી આવેલ શિયાળે પ્રદ્યુમન પાર્ક 'ઝૂ'માં ૩ બચ્ચાને જન્મ આપ્યો

રાજકોટ તા. ૬ :.. શહેરનાં એરપોર્ટમાંથી બે વર્ષ અગાઉ મળી આવેલા શિયાળનો પ્રદ્યુમન પાર્ક 'ઝૂ'માં ઉછેર થઇ રહ્યો છે. અને આ દરમિયાન આ શિયાળે ૩ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે રાજકોટનાં 'ઝૂ' માં શિયાળનાં બચ્ચા જન્મવાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે.

આ અંગે 'ઝૂ' સુપ્રિન્ટેન્ડન્ટ ડો. હિરપરાનાં જણાવ્યા મુજબ બે વર્ષ અગાઉ એરપોર્ટમાં ૩ શિયાળનાં બચ્ચાર મળી આવેલ.

 આ તમામ બચ્ચાઓને પ્રદ્યુમન પાર્ક ઝૂ માં ઉછેર માટે લાવવામાં આવ્યા હતાં.

દરમિયાન 'ઝૂ' માં આ શિયાળ અન્ય શિયાળ સાથે હળી મળીને ઉછરીને પુખ્તવયના થઇ ગયા છે.

અને આ શિયાળ પૈકી એક માદા શિયાળે ૩-૩ બચ્ચાને જન્મ આપતાં રાજકોટનાં 'ઝૂ' માં શિયાળનાં બચ્ચાનાં જન્મની પ્રથમ ઘટના નોંધાઇ છે.

(4:03 pm IST)