Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગોંડલમાં રિસામણે ગયેલી પત્નિને તેડવા જતાં ધમાને સાળા સનીએ કુહાડો ઝીંકયો

રાજકોટ તા. ૬: ગોંડલના ભગવતપરામાં નદી કાંઠે રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં ધમો કાળુભાઇ મકવાણા (ઉ.૨૪) નામના દેવીપૂજક યુવાન પર જુની મામલતદાર ઓફિસ પાસે તેના સાળા સની લક્ષમણભાઇ અને ગોપીકિશને ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી માથામાં કુહાડો ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ધમાના કહેવા મુજબ તે સેન્ટીંગ કામની મજૂરી કરે છે. ત્રણ દિવસ પહેલા પત્નિ  ભારતી સાથે ઝઘડો થતાં તે રિસામણે માવતરે જતી રહી હતી. ગત સાંજે આઠેક વાગ્યે પોતે સાળાના ઘરે તેને તેડવા જતાં સાળાએ ઉશ્કેરાઇ જઇ કુહાડાથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના પ્રમોદભાઇ જોષી અને રવિભાઇ ગઢવીએ એન્ટ્રી નોંધી ગોંડલ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(10:11 am IST)