Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જંગલેશ્વરમાં 'ઘોડી'ના સાગ્રીત તન્વીરે ફરીથી ઘોડીપાસાનો પાટલો શરૂ કર્યોઃ ૪૪ હજારની રોકડ સાથે પકડાયોઃ ૩ ફરાર

ડી. સ્ટાફના કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી ભકિતનગર પોલીસનો મોડી રાત્રે દરોડો

રાજકોટ તા. ૬: જંગલેશ્વરમાં ભકિતનગર પોલીસે મોડી રાત્રે શોૈચાલય સામેના ખુલ્લા પટમાં દરોડો પાડી એક શખ્સને ઘોડીપાસા રમાડતો ઝડપી લઇ રૂ. ૪૪૫૦૦ની રોકડ કબ્જે લીધી છે. પોલીસ ત્રાટકતા ત્રણ શખ્સો ભાગી ગયા હતાં.

 

પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેષભાઇ મકવાણા, સલિમભાઇ, ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ મકવાણા, દિપકભાઇ, રાણાભાઇ, હિરેન્દ્રભાઇ, દેવાભાઇ સહિતની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમી પરથી રાત્રે સવા વાગ્યે જંગલેશ્વર શેરી નં. ૧૭માં જાહેર શોૈચાલયની સામેના પટમાં દરોડો પાડવામાં આવતાં આ શેરીમાં જ રહેતો તન્વીર રફિકભાઇ શીશાંગીયા (મેમણ) (ઉ.૩૬) ઘોડીપાસા રમાડતો ઝડપાઇ ગયો હતો.

પોલીસ ત્રાટકતાં ત્રણ શખ્સો ભાગી ગયા હતાં. જેના નામ અફઝલ, આરીફ પીંજારા અને સોહિલ ઉર્ફ શેકો હોવાનું પકડાયેલા તન્વીરે જણાવ્યું હતું. પોલીસે ૪ નંગ ઘોડીપાસા અને ૪૪૫૦૦ની રોકડ કબ્જે લીધી છે. એએસઆઇ ઇન્દુભા રાણા વધુ તપાસ કરે છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ ક્રાઇમ બ્રાંચે અને એ પછી ભકિતનગર પોલીસે હનીફ ઘોડીના ઘોડીપાસાના પાટલા પર દરોડા પાડ્યા ત્યારે પણ તન્વીર પકડાયો હતો. (૧૪.૫)

(10:11 am IST)