Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જિલ્લા પંચાયતમાં બજેટના ઢોલ વાગ્‍યા, ૯મીએ કારોબારી : માસાંતે સામાન્‍ય સભા

રાજકોટ તા. ૬ : જિલ્લા પંચાયતમાં બજેટના ઢોલ વાગ્‍યા છે. ૯મીએ કારોબારી બેઠક અને ચાલુ મહિનાના અંતમાં સામાન્‍ય સભામાં બજેટ રજૂ કરવામાં આવશે. નવા નાણાકીય વર્ષના આયોજન માટે પંચાયતના આંકડા સહિતના વિભાગમાં તૈયારીઓ ચાલી રહી છે.

જિલ્લા પંચાયતની પ્રણાલીકા મુજબ પહેલા કારોબારીમાં બજેટ પસાર કરવામાં આવે છે. ત્‍યારબાદ સામાન્‍ય સભા સમક્ષ મુકવામાં આવે છે. તા. ૯મીએ સવારે બજેટ માટે ખાસ કારોબારી બોલાવવામાં આવી છે. કારોબારીમાં બહાલી બાદ ફેબ્રુઆરી અંતમાં મળનાર સામાન્‍ય સભામાં બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્‍ય સભામાં બજેટ પસાર કરી ૩૧ માર્ચ સુધીમાં સરકારને મોકલી આપવાનું હોય છે.

કોરોનાના બે વર્ષમાં બજેટમાં આરોગ્‍ય ક્ષેત્રે વિશેષ જોગવાઇ કરવામાં આવેલ. હવે કોરોના સાવ હળવો થઇ જતાં અન્‍ય ક્ષેત્રમાં પણ પૂરતી રકમ ફાળવવામાં આવે તેવી શક્‍યતા છે. લોકસભાની ચૂંટણી પહેલાનું સંભવત અંતિમ બજેટ છે. તેથી શાસકો દ્વારા બજેટને આકર્ષક બનાવવા પ્રયાસો થાય તે સ્‍વભાવિક છે.

(4:50 pm IST)