Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અત્‍યાર સુધીમાં સૌથી વધુ છુટ આપનારૂ બજેટ , સંસ્‍થાના કાયદાઓમાં સુધારો જરૂરી : મુકેશ પટેલ

ગ્રેટર ચેમ્‍બર અને વેપાર ઉદ્યોગની સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે સેમીનાર સંપન્‍ન

રાજકોટ : કેન્‍દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામે રજુ કરેલ બજેટ લોકો સરળતાથી સમજે અને વેપાર ઉદ્યોગને સ્‍પર્શતા પ્રશ્‍નો અંગે માર્ગદર્શન મળે તેવા હેતુથી ગ્રેટર રાજકોટ ચેમ્‍બર દ્વારા જાણીતા કરવેરા નિષ્‍ણાંત મુકેશભાઇ પટેલના વકતવ્‍યનો એક કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

સેમિનારમાં વેપાર ઉદ્યોગ જગતના સેંકડો લોકોએ લાભ લીધો હતો. જેમાં રાજકોટની વાણીજય સંસ્‍થાઓ, રાજકોટ ચેમ્‍બર, રાજકોટ એન્‍જી. એસો. શાપર વેરાવળ એસો., લઘુ ઉદ્યોગ ભારતી, લોધીકા જીઆઇડીસી, આજી જીઆઇડીસી, રાજકોટ ચાર્ટર્ડ એકાઉન્‍ટ એસો., રાજકોટ ટેકસ કન્‍સલ્‍ટન્‍ટનો સહયોગ મળ્‍યો હતો.

કરવેરા નિષ્‍ણાંત મુકેશભાઇએ આ તકે જણાવેલ કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત જનતાને બજેટમાં ખૂબ મોટી છુટ આપવામાં આવી છે. વ્‍યક્‍તિગત વાર્ષિક આવક ૧૫ થતી હોય તો નવા રીઝયુમ મુઝબ ૪૦ હજારનો સીધો ફાયદો છે. સીનીયર સીટીઝનનું રોકાણ ૧૫ લાખનું ૩૦ લાખ કરતા બે વ્‍યક્‍તિ ૬૦ લાખ રોકાણકારો વ્‍યક્‍તિગત ૮ ટકા લેખે અઢી લાખ જેટલી વાર્ષિક આવક મેળવી આત્‍મ નિર્ભર બની શકશે.

ટ્રસ્‍ટના કાયદામાં કરાયેલ ફેરફારથી અગવડતાઓ વધવાની અણસાર આપી આ અંગે નાણામંત્રીશ્રીને રજુઆત કરવા અંગે તેઓએ ધ્‍યાન સૌનું ધ્‍યાન દોર્યુ હતુ. ખાસ કરીને ટેકસના સ્‍લેબમાં વધુ લોકોને રાહત મળે તેવા સનિષ્‍ઠ પ્રાયો હોવાનું તેઓએ જણાવેલ.

સ્‍વાગત પ્રવચન ગ્રેટર ચેમ્‍બરના પ્રમુખ રાજીવભાઇ દોશીએ અને મુકેશભાઇ પટેલનો પરીચય ટેકસ કન્‍સલ્‍ટન્‍ટ એસો.ના પ્રમુખ રણજીતભાઇ લાલચંદાણીએ રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રેટર ચેમ્‍બરના મંત્રી ઉપેનભાઇ મોદીએ કરેલ.  અંતમાં આભારવિધિ રાજકોટ એન્‍જી. એસો.ના પ્રમુખ પરેશભાઇ વાસાણીએ કરેલ.

સમગ્ર સેમીનારને સફળ બનાવવા ગ્રેટર રાજકોટ ચેમ્‍બરના વિનયભાઇ સાકરીયા, ઇશ્વરભાઇ બાંભોલીયા ઉપપ્રમુખ, સહમંત્રી જગદીશભાઇ સોની, ખજાનચી અજીતસિંહ જાડેજા, અશોકભાઇ સુરેલીયા, મયુરભાઇ શાહ, રાજેન્‍દ્રસિંહ જાડેજા, હર્ષદભાઇ ખુંટ, દેવાંગભાઇ પપીળીયા  વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:47 pm IST)