Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સ્‍વ.વીણાબેન ધર્મપારાયણ વ્‍યકિત હતા, અતિ માયાળુ સ્‍વભાવના હતા

રાજકોટઃ અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રાના ધર્મપત્‍નિ સ્‍વ.વીણાબેન ગણાત્રાનું દુઃખદ નિધન થયું છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો.કમલેશભાઈ જોશીપુરા તેમજ નિર્મલા સ્‍કૂલના પ્રિન્‍સીપાલ સિસ્‍ટર બેટી અને ઓફિસ સુપ્રિટેન્‍ડેન્‍ટ સિસ્‍ટર અંજલીએ જણાવેલ કે સ્‍વ.વિણાબેન ધર્મપારાયણ વ્‍યકિત હતા. એકદમ માયાળુ સ્‍વભાવના હતા. તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રા સાથે ડો.કમલેશભાઈ જોશીપુરા, નિર્મલા સ્‍કૂલના પ્રિન્‍સીપાલ સિસ્‍ટર બેટી અને ઓફીસ સુપ્રિટેન્‍ડેન્‍ટ સિસ્‍ટર અંજલી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:47 pm IST)