Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રસરાજ રશેષ મહોત્‍સવ સંપન્‍નઃ વૈષ્‍ણવો ભાવ વિભોર

રાજકોટ : સપ્‍તમનિધી શ્રી મદનમોહનલાલ પ્રભુનાં નગર આગમન અને મધ્‍યરાત્રિએ વિરાટ સ્‍વાગત શોભાયાત્રાથી આરંભ થયેલો. શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ શ્રીમદનમોહનલાલ પ્રભુને લક્ષ્મીવાડી હવેલીએ રાજભોગ-પલના અને નંદોત્‍સવ દર્શન સાથે પ્રભુએ વ્રજવિહાર કરવં કામવન જવા પ્રસ્‍થાન કરતાં હજારો ભકતોની અશ્રુપૂર્ણ વિદાય સાથે મહોત્‍સવ વિરામ થયો હતો. વ્રજેશકુમારજી મહારાજશ્રીનાં પૌત્ર અને અનિરૂધ્‍ધલાલ મહોદયશ્રીનાં પુત્ર રશેષકુમારજીનાં યજ્ઞોપવિત પ્રસંગે વ્રજપ્રદેશ કામવનથી સપ્‍તમનિધિ સ્‍વરૂપનં વિશેષ આગમન રાજકોટની ભૂમિમાં થયું હતું. રાજકોટનાં કેનાલ રોડ પરની શ્રીવસુંધરા રેસીડેન્‍સી ખાતે ભવ્‍ય પંડાલમાં પ્રભુનાં એક સપ્‍તાહ સુધી રોજેરોજ ચાલેલાં દિવ્‍ય મનોરથ દર્શનોથી હજારો ભાવિક ભકતો લાભાન્‍વિત થયા હતા. વ્રજ વૃંદાવનનાં સજાવટ કલાનાં કારીગરો દ્વારા પુષ્‍ટિમાર્ગની વિવિધ કલા છત્ર ભર્યા-મનોરથોમાં રોજ હજારો વૈષ્‍ણવો સૌરાષ્‍ટ્રભરમાંથી ઉમટયા હતા. મહોત્‍સવમાં બધાંજ દિવસોમાં રાત્રી કાલીન શાષાીય અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો દ્વારા હવેલી કિર્તન -સંગીત સમ્‍મેલન-સોલો અને ત્રિગલબંધી પખાવજ વાદન-સોલો તબલા-વ્રજવાસી રાસ-મંડળ અને હસાખુશ જેવા .મદા કાર્યક્રમો દ્વારા પુષ્‍ટિમાર્ગનાં કલાપૂર્ણ વૈભવ અને પ્રેમલક્ષણા ભકિતનો શહેરનો પરિચયત કરાવ્‍યો હતો. ફુલફાગ ઉત્‍સવમાં હજારો કીલો પચરંગ પુષ્‍પોથી પ્રભુ ખેલતા-ખેલવતાં-આચાર્યશ્રીઓએ હજારો દર્શનાર્થી ભાવિકોને પણ ખેલ ખેલવ્‍યા હતા. પંડાલનાં ચોગાનમાં ફુલોનાં ગાદલા છવાયા હતા. ખાસ કરીને શ્રી વસુંધરા રેસી.માં સ્‍થાયી નિવાસ કરતા પરિવારોને આ સપ્‍તાહ દરમ્‍યાન પડેલી તકલીફો છતાં સહયોગ કરી પ્રસંગને દીપાવવા માટે સહુનો વિશેષ્‍ ા આભાર માન્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સાતેય દિવસ દીપવતા અને વ્‍યવસ્‍થા સાથે સંપન્‍ન કરાવવા જાણીતા વૈષ્‍ણવ અગ્રણીઓ અને સમિતિનાં સભ્‍યો એવા શ્રી ચીમનભાઇ લોઢીયા, હસુભાઇ ડેલાવાળા, સુખાભાઇ કોરડીયા, સુરેશભાઇ કોટક, દિનેશભાઇ કારીયા, બુર્ઝુગ એવા અન્‍તુભાઇ સોની, વ્રજધામ કમીટીનાં ગોવિંદભાઇ દાવડા, જીતેશભાઇ રાણપરા, હિતેષભાઇ રાજપરા, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા સહિત ભુપેન્‍દ્રભાઇ છાંટબાર કલાત્‍મક મંચ સંચાલન કરી આચાર્યશ્રીઓના આર્શિવાદ પ્રાપ્‍ત કર્યા છે.

(4:46 pm IST)