Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સનશાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂટમાં મુંબઇ ડબ્‍બાવાળા વિષય પર મેનેજમેન્‍ટ ગુરૂ ડો. પવન અગ્રવાલનો સેમીનાર

સેમીનારમાં શાળા-કોલેજના ૩ હજારથી વધુ છાત્રો-શિક્ષકોની ઉપસ્‍થિતિ

રાજકોટ : સનશાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂટમાં આજે મુંબઇ ડબ્‍બાવાલા વિષય ઉપર મેનેજમેન્‍ટ ગુરૂ ડો. પવન અગ્રવાલની ઉપસ્‍થિતિમાં સેમીનાર યોજાયો હતો. આ પ્રસંગે પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો. પવન અગ્રવાલ, મિતેષભાઇ માથુર, અખીલભાઇ માથુર સહિતના નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)(૨૧.૩૨)

રાજકોટ તા. ૧ : સનશાઈન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂસન્‍સ મેનેજમેન્‍ટના ક્ષેત્રમાં અભ્‍યાસ કરાવતી ગુજરાતની નામાંકિત સંસ્‍થાઓમાંની એક છે. આજે સનશાઈન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂસન્‍સમાં ‘મુંબઇ ડબ્‍બાવાલા'ના વિષય પર ડો. પવન અગ્રવાલનો મેગા મોટીવેશનલ સેમિનાર યોજાયો હતો.

કાર્યક્રમમાં ૫૦ થી વધારે નામાંકિત શાળાઓ અને કોલેજોના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્‍સિપાલ અને કો-ઓર્ડિનટર્સએ ભાગ લીધો હતો. ઇન્‍ડસ્‍ટ્રીઝમાંથી પણ આ કાર્યક્રમને જબરદસ્‍ત પ્રતિસાદ મળ્‍યો હતો. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે અમિત અરોરા, કમિશ્નર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને અતિથિ વિશેષ તરીકે નલીન ઝવેરી, પ્રેસિડન્‍ટ, સૌરાષ્ટ્ર ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઉપસ્‍થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી, સનશાઈન ગ્રુપના આ પ્રયત્‍નના વખાણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાના કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. પ્રો. વિકાસ અરોરાએ તમામનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ડો. પવન અગ્રવાલએ ‘મુંબઈ ડબ્‍બાવાલા'ની સર્વિસ વિષે વિગતવાર માહિતીઓ આપતા જણાવ્‍યું હતું કે ‘મુંબઈ ડબ્‍બાવાલા' ના મેનેજમેન્‍ટ કન્‍સેપ્‍ટ પર કામ કરે છે. તેઓ ગ્રાહકોને પોતાના ભગવાન માનીને પોતાની સેવાઓ પૂરી પાડે છે. તેઓ પોતાની સર્વિસમાં એકપણ દિવસની રજા નથી રાખતા. મુંબઈના ગમે તેવા વરસાદમાં, ટ્રાફિકમાં પણ તેઓ પોતાની સેવાઓ પૂરી પાડે છે. આ ખાસિયતોથી ડો. પવન અગ્રવાલએ પોતાના પ્રોત્‍સાહીક પ્રવચન વડે સૌને પ્રોત્‍સાહિત કર્યા હતા.

અત્રે એ ખાસ જાણવું જરૂરી છે કે આ તમામ મેનેજમેન્‍ટના કન્‍સેપ્‍ટ વિદ્યાર્થીઓને, ઔદ્યોગિક જગતને અને અત્‍યારના સમયમાં સૌને ખૂબજ ઉપયોગી છે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના તમામ કર્મચારીઓએ  અથાગ પ્રયત્‍નો કર્યા હતા.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ડિરેક્‍ટર ડો. પ્રો. વિકાસ અરોરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં એમબીએ ડિપાર્ટમેન્‍ટના સેન્‍ટ્રલ કો-ઓર્ડિનટર ડો. કોમલ પટેલે તમામ મહેમનોનું સ્‍વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમબીએ ડિપાર્ટમેન્‍ટના ડો. પ્રતિક પાંઉ અને પ્રો. ચાંદની વોરાએ કર્યું હતું. કાર્યક્રમની જબરદસ્‍ત સફળતા માટે સંસ્‍થાના ચેરમેન મિનેષ માથુર સરે તમામ કોર્પોરેટર્સ, સ્‍પોન્‍સર્સ, શાળા અને કોલેજના પ્રિન્‍સીપાલનો આભાર માન્‍યો હતો અને સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવી હતી.

આ સમયે પત્રકાર પરિષદનું આયોજન એડેક્ષ મિડીયા લીંક્‍સના જયેશભાઇ સોનાએ કરેલ.

(4:44 pm IST)